________________
છે કે તે આત્માને પણ ઈદ્રિયને વિષય માનીને આત્મા વિશેની શોધ કરતે હતે.
આત્માને ભૌતિક તત્ત્વ માનીને કરવામાં આવેલી શેધમાં સફળતા નહિ મળે. જે આત્માને અમૂર્ત તત્વ માનીને શોધ કરવામાં આવે તે શેધની પ્રક્રિયા ભિન્ન હોય. આ સૂત્રમાં પૂ. શ્રી કેશીગણધર અને રાજા પ્રસેનજીતને આત્માના અસ્તિત્વ સંબંધી સંવાદ છે.
ઉપનિષદ ઉપનિષદમાં કહ્યું છે કે શરીર તે રથ જેવું છે તેને દેરનાર રથી એ જ ખરે આત્મા છે. કેન ઉપનિષદમાં કહ્યું છે કે આત્મા વિનાનું શરીર કશું જ કરી શકતું નથી. શરીરની જે ચાલક શકિત છે તે જ આત્મા છે. આત્માથી સ્વતંત્રપણે પ્રાણુ કશું જ કરી શકતું નથી. આત્મા એ તે પ્રાણને પણ પ્રાણુ છે.
પ્રશ્નોપનિષદમાં કહ્યું છે કે આત્માથી જ પ્રાણને જન્મ છે. જેમ મનુષ્ય પર તેને પડછાયે આધાર રાખે છે તેમ પ્રાણ એ આત્માને અવલંબે છે.
બૃહદારણ્યક ઉપનિષદ ચેતન આત્મા માટે કહે છે કે તે સ્વયં-તિ છે, સ્વયં પ્રકાશે છે, આંખને જેનાર તે છે, કાન વડે સાંભળનાર તે છે, મન વડે વિચારનાર તે છે અને જ્ઞાનને જાણનાર તે છે.
કઠપનિષદમાં આ ચિદાત્માને અજર, અક્ષર, અમૃત, અમર, અવ્યય, અજ, નિત્ય, ધ્રુવ, શાશ્વત, અનંત માનવામાં આવ્યું છે. આ ઉપનિષદની એક ઋચામાં કહ્યું છે કે તે અશબ્દ, અસ્પર્શ અરૂ૫, અવ્યય, અરસ, નિત્ય, અનાદિ, અનંત, યુવા એવા આત્માને જાણને મનુષ્ય મૃત્યુના મુખમાંથી મુકત થઈ જાય છે . ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com