________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુષમા નામની અવસર્પિણી ઘણી વીતી ગયા પછી જે તે વર્ષાઋતુને પ્રથમ માસ બીજો પલ એટલે શ્રાવણમાસને શુકલપક્ષ આવ્યું ત્યારે તે શ્રાવણશુદ્ધની આઠમના પશે સંમેતલિના શિખર ઉપર પોતાના સહિત ત્રીશમા એવા અર્થાત્ બીજા તેત્રીશ પુરુષ અને પિતે ત્રીશમા એવા પુરુષાઢાનીય અરહત પાસ મહિના સુધી પાણી વગરના માસિકભક્તનું તપ તપ્યા. એ સમયે દિવસને ચડતે પહેરે વિશાખા નક્ષત્રને વેગ થતાં બને હાથ લાંબા રહે એ રીતે ધ્યાનમાં વર્તતા તેઓ કાલગત થયા એટલે કાળધર્મને લાગ્યા. વ્યતિકાંત થઈ ગયા યાવત્ સર્વદુખેથી તક્ત છૂટા થઈ ગયા.
૧૬૦ કાલધર્મને પામેલા યાવત્ સર્વદુબેથી તદ્દન છુટા થયેલા પુરુષાદાનીય અરહુત પાસને થયાં બાર વરસ વીતી ગયાં અને આ તેરમા વસના ત્રીશમા વરસને સમય જાય છે.
અરહત અરિષ્ટનેમિ ૧૬૧ તે કાલે તે સમયે અરહત અરિષ્ટનેમિ પાંચ ચિત્રાવાળા હતા એટલે એમના જીવનના પાંચ પ્રસંગમાં ચિત્રા નક્ષત્ર આવેલું હતું. તે જેમકે, અહત અરિષ્ટનેમિ ચિત્રા નક્ષત્રમાં ચવ્યા, ચવીને ગર્ભમાં આવ્યા, ઇત્યાદિ બધી વક્તવ્યતાની માંડણી ચિત્રા નક્ષત્રના પાઠ સાથે પૂર્વ પ્રમાણે સમજવી યાવત્ તેઓ ચિત્રા નક્ષત્રમાં પરિનિર્વાણને પામ્યા.
૧૬૨ તે કાલે તે સમયે અરહંત અરિષ્ટનેમિ, જે તે વર્ષાઋતુને એ માસ, સાતમો પક્ષ અને કાતિ મહિનાને વ૦ દિવને સમય આવ્યો ત્યારે તે કાતિક વત્ર દિવ બારાના પક્ષમાં ખત્રી સાગરોપમની આયુષ્ય મર્યાદાવાળા અપરાજિત નામના મહાવિમાનમાંથી તરત જ ચવીને અહીં જ જંબુદ્વીપ નામના દ્વીપમાં ભારતવર્ષમાં રિયપુર નામના નગરમાં સમુદ્રવિજય સજાની ભારજા શિવાદેવીની કક્ષમાં રાતને પૂર્વભાગ અને પાછલે ભાગ ભેગો થતા હો એ સમયે-મધરાતે ચિત્રા નક્ષત્રને જંગ થતાં ગર્ભપણે ઉત્પન્ન થયા. ઈત્યાદિ બધું આગળ શ્રીભગવાન મહાવીરના પ્રકરણુંમાં આવેલા સ્વપ્નદર્શન અને ધનની વૃદ્ધિ વગેરેને લગતા પાઠ સાથે તે જ રીતે અહીં કહેવું.
૧૬૩ તે કાલે તે સમયે જે તે વર્ષાઋતુને પ્રથમ માસ, બીજો પક્ષ અને શ્રાવણમહિનાને શુદ્ધ પક્ષ આવ્યું તે સમયે તે શ્રાવણશુદ્ધ પાંચમના પક્ષે નવ માસ બરાબર પૂરા થયા, થાવત્ મધરાતે ચિત્રા નક્ષત્રને જેગ થતાં આરોગ્યવાળી માતાએ આરોગ્યપૂર્વક અહત અરિષ્ટનેમિને જન્મ આપ્યો. જન્મની હકીકતમાં પિતા તરીકે “સમુદ્રવિજય” ના પાઠ સાથે યાવત્ આ કુમારનું નામ “અરિષ્ટનેમિ’ કુમાર થાઓ ઈત્યાદિ બધું સમજવું.
૧૬૪ અરહત અરિષ્ટનેમિ દક્ષ હતા યાવત્ તેઓ ત્રણ વરસ સુધી કુમાર અવસ્થામાં ઘરવાસ વચ્ચે વસ્યા, ત્યાર પછી વળી જેમને કહેવાને આચાર છે એવા
For Private And Personal Use Only