SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભગવાન રહે છે અને એ રીતે વિહરતાં તેમનાં બાર વરસ વીતી જાચ છે. અને તેમાં વરસને વચગાળાને ભાગ એટલે ભર ઉનાળાને બીજો મહિને અને તેને જે પક્ષ ચાલે છે, તે ચે પક્ષ એટલે વૈશાખ માસના શુક્લ પક્ષ, તે વૈશાખ માસના શુકલ પક્ષની દશમીને દિવસે જ્યારે છાયા પૂર્વ તરફ ઢળતી હતી, પાછલી પિરથી બરાબર પૂરી થઈ હતી, સુવ્રત નામને દિવસ હતે વિજય નામનું મુહૂર્ત હતું ત્યારે ભગવાન ભિક-ભિયા-ગ્રામ નગરની બહાર જુવાલિકા નદીને કાંઠે એક ખંડેર જેવા જુના ચૈત્યની બહુ દૂર નહીં તેમ બહુ પાસે નહીં એ રીતે શ્યામા નામના ગૃહપતિના ખેતરમાં શાળના વૃક્ષની નીચે ગાદેહાસને ઊભડક બેસીને ધ્યાનમાં રહેલા હતા. ત્યાં એ રીતે ધ્યાનમાં રહેતા અને આતાપના દ્વારા તપ કરતા ભગવાને છ ક ભોજન અને પાણી નહીં લેવાને અને તય કરેલ હતું. હવે બરાબર જે વખતે ઉત્તરાફાની નક્ષત્રનો યોગ થયેલ હતું તે વખતે એ રીતે ધ્યાનમાં મગ્ન રહેતા ભગવાન મહાવીરને અંતવગરનું, ઉત્તઉત્તમ, વ્યાઘાત વગરનું, આવરણ વિનાનું, સમગ્ર અને સર્વ પ્રકારે પરિપૂર્ણ એવું કેવળવર જ્ઞાન અને કેવળવર દર્શન પ્રગટયું. ૧૨૧ ત્યાર પછી તે ભગવાન અહિત થયા, જિન કેવી સર્વજ્ઞ અને સર્વદર્શી થયા, હવે ભગવાને દેવ માનવ અને અસુર સહિત લેકનાં-જગતનાં તમામ પર્યાય જાણે છે જુએ છે-આખા લેકમાં તમામ નાં આગમન ગમન સ્થિતિ રચવન ઉપપાત, તેમનું મન માનસિક સંક િખાનપાન તેમની સારી નરસી તમામ પ્રવૃત્તિઓ, તેમના ભેગવિલાસ, તેમની જે જે પ્રવૃત્તિઓ ખુલી છે તે અને જે જે પ્રવૃત્તિઓ છાની છે તે તમામ પ્રવૃત્તિઓને ભગવાન જાણે છે, જુએ છે. હવે ભગવાન અરહા થયા એટલે તેમનાથી કશું રહસ્ય-છૂપું-રહી શકે એમ નથી એવા થયા, અરહસ્યના ભાગી થયા–તેમની પાસે કરે દેવે નિરંતર સેવા માટે રહેવાને લીધે હવે તેઓને રહસ્યમાં-એકાંતમાં રહેવાનું બનતું નથી એવા થયા, એ રીતે અરહ થયેલા ભગવાન તે તે કાળે માનસિક વાચિક અને કાયિક પ્રવૃત્તિઓમાં વર્તતા સમગ્ર લેના તમામ જીવોના તમામ ભાવને જાણતા જેતા વિહરતા રહે છે. ૧૨૨ તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરે અથિક ગામને અવલંબીને પ્રથમ વર્ષવાસ-ચોમાસું–કર્યું હતું અથતુ ભગવાન પ્રથમ ચોમાસામાં અસ્થિક ગ્રામમાં રહ્યા હતા. ચંપા નગરીમાં અને પૃષ્ઠ ચંપામાં ભગવાને ત્રણ માસ કર્યો હત–ભગવાન ચંપામાં અને પૃચંપામાં ચોમાસું રહેવા ત્રણ વાર આવ્યા હતા, વૈશાલી નગરીમાં અને વાણિયા ગામમાં ભગવાન બાર વાર ચોમાસું રહેવા આવ્યા હતા, રાજગૃહનગરમાં અને તેની બહારના નાલંદા પડામાં ભગવાન ચૌદવાર ચોમાસું રહેવા આવ્યા હતા, મિથિલા નગરીમાં ભગવાન ઈ વાર ચોમાસું રહેવા આવ્યા હતા, દિયા નગરીમાં બે વાર, અલબિકા For Private And Personal Use Only
SR No.034664
Book TitleKalpsutra
Original Sutra AuthorBhadrabahuswami
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages255
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy