SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ફાં માટે રાખવામાં આવતી કાળજી, એ રીતે પાંચ સમિતિને ધાચ્છુ કરતા ભગવાન મનને ખરાબર સારી રીતે પ્રવર્તાવનારા, વચનને બરાબર સારી રીતે પ્રવર્તીથનારા અને શરીરને ખરાખર સારી રીતે પ્રવર્તાવનારા થયા, મનપ્તિ વચનપ્તિ તથા કાંચમિને સાચવનારા થયા. એ રીતે ગુપ્તિવાળા અને જિતેંદ્રિય ભગવાન સર્વથા નિદોષપણું બ્રહ્મચર્યવિહાર વિચરનારા થયા, કોષ વિનાના, અભિમાન વિનાના, છળકપટ વગરના અને લેભરહિત ભગવાન શાંત અન્યા, ઉપશાંત થયા, તેમના સર્વ સંતાપ દૂર થયા, તે આસ્રવ વગરના, મમતા રહિત, પાસે કશે પણુ પરિગ્રહ નહીં રાખનારા અકિંચન થયા, હવે તે એમની પાસે ગાંઠવાળીને સાચવવા જેવી એક પણ ચીજ રહી નથી એવા એ અંતરથી અને બહારથી છિન્નશ્ર્ચય થયા, જેમ કાંસાના વાસણમાં પાણી ચાંટતું નથી તેમ તેમનામાં કોઈ મળ ચેટતા નથી એવા એ નિરુપ્લેપ થયા, જેમ શંખની ઉપર કોઈ રંગ ચડતા નથી એમ એમની ઉપર શગદ્વેષની કશી અસર પડતી નથી એવા એ ભગવાન જીવની પેઠે સ્મપ્રતિષ્ઠતકોઇ પ્રકારનો પ્રતિબંધ રાખ્યા વિના અસ્ખલિતપણે વિહરવા લાગ્યા, જેમ આકાશ જા કોઈ આધારની એશિયાળ રાખતું નથી તેમ ભગવાન બીજા કે!ઇની મહાચતાની ગરજ શખતા નથી એવા નિરાલેખન થયા, વાયુની પેઠે પ્રતિબંધ વગરના બન્યા એટલે જેમ વાયુ એક જ સ્થળે રહેતા નથી પણ બધે રોકટોક વિના કર્યા કરે છે તેમ ભગવાન એક જ સ્થળે બંધાઇને ન રહેતાં બંધ નિરીહભાવે કનારા થયા, રાતુના પાણીની પ એમનું હૃદય નિર્મળ થયું, કમળપત્રની પેઠે નિરુપલેપ થયા એટલે પાણીમાંથી ઉગેલા કમળના પત્રને જેમ પાણીને છાંટા ભીંવડી શકતા નથી તેમ ભગવાનને સઁસારભાવ-પ્રપંચભાવ ભીંડી શકતા નથી, કાચબાની પંઠે ભગવાન ગુરેંદ્રિય થયા, મહાવરાના મુખ ઉપર જેમ એક જ શિંગડું હોય છે તેમ ભગવાન એકાકી થયા, પક્ષીની પેઠે ભગવાન તદ્ન માકળા થયા, ભારતપક્ષીની પેઠે ભગવાન અપ્રમત્ત અન્યા, હાથીની પેઠે ભારે શર થયા, બળદની પેઠે પ્રબળ પરાક્રમી થયા, સિંહની પેઠે કાઈથી પણ ગત્સ્યા ન જાય એવા અન્યા, મેરુની પેઠે અડગ અકંપ સુનિશ્ચળ બન્યા, તથા ભગવાન સાગર જેવા ગંભીર, ચંદ્ર જેવી સૌમ્યતાવાળા, સૂરજ જૅશ ઝળહળતા તેજવાળા, ઉત્તમ સેાનાની પેઠે ચમકતી દેહકાંતિવાળા અને પૃથ્વીની પેઠે તમામ સ્પર્ધાને સહુનારા સર્વસહુ અને ઘી હેામેલા આંત્રની પેડે તેજથી જાજવલ્યમાન થયા. ૧૧૮ નીચેની એ ગાથાઓમાં ભગવાનને જેની જેની ઉપમા આપવામાં આવેલ છે તે તે અર્થવાળા શબ્દેોનાં નામ આ પ્રમાણે ગણાવવામાં આવેલ ઈંડ કાંસાનું વાસણુ, શંમ, જીવ, ગગન-આકાશ, વાયુ, શાઋતુનું પાણી, કમળનું પત્ર, કાબે, પક્ષી, મહાસ અને ભારપક્ષી. ૧ હાથી, અળદ, સિંહ, નગરાજ મેરુ, સાગર, ચંદ્ર, સૂરજ, સેતું, પૃથ્વી અને અગ્નિ. ૨ તે ભગવંતને ક્યાંય પ્રતિબંધ નથી એટલે ભગવાનના મનને હવે કાઇ રીતે For Private And Personal Use Only
SR No.034664
Book TitleKalpsutra
Original Sutra AuthorBhadrabahuswami
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages255
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy