SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મનને ખુશ કરનારી, ઉદાર, કલ્યાણપ, શિવ, ધન્યરૂપ, મંગળ૫, પરિમિત, મધુર અને ભાવાળી તથા હૃદયંગમ, હદયને આલ્હાદ ઉપજાવનારી, ગંભીર અને પુનરુક્તિ વગરની વાણીવડે ભગવાનને નિરંતર અભિનંદન આપ્યાં અને તેમની–ભગવાનની-ખુબ સ્તુતિ કરી, એ રીતે અભિનંદન આપતા તથા તેમની ખુબ સ્તુતિ કરતા તે દેવે આ પ્રમાણે છેલ્યાઃ હે નંદ! તારો જય થાઓ જય થાઓ, હે ભદ્ર! તારે જય થાઓ. જય થાઓ, તારું ભદ્ર થાઓ, હે ઉત્તમત્તમ ક્ષત્રિય-હે ક્ષત્રિયનરપુંગવ! તારે જય થાઓ જય થાઓ, હે ભગવંત લેનાથ! તું બંધ થામ, આખા જગતમાં તમામ ને હિત સુખ અને નિયસ કરનારું તું ધર્મતીર્થ-ધર્મચક્ર પ્રવર્તાવ, એ ધર્મચક આખા જગતમાં તમામ જીવોને હિત સુખ અને નિશ્રેયસ કરનારું થશે એમ કહીને તે દેવ જય જય’ એ નાદ કરે છે. ૧૧૧ શ્રમણ ભગવાન મહાવીરને પહેલાં પણ એટલે માનવી ગૃહસ્થઘર્મમાં આવતાં -વિવાહિત જીવનથી–પહેલાં પણ ઉત્તમ, આગિક, નાશ ન પામે એવું જ્ઞાનદર્શન હતું, તેથી શ્રમણ ભગવાન મહાવીર તે પિતાનાં ઉત્તમ આગિક જ્ઞાનદર્શન દ્વારા પિતાને નિષ્ક્રમણકાળ એટલે પ્રવજ્યાસમય આવી પહોંચે છે એમ જુએ છે, એ રીતે જોયા જાયા પછી હિરણયને તજી દઈને, સુવર્ણને તજી દઈને, ધનને તક દઈને, રાજ્યને તજી દઇને, રાષ્ટ્રને તજી દઈને, એ જ પ્રમાણે સેનાને, વાહનને, ધનભંડારને, કોડાને તજી દઈને, પુરને તજી દઇને, અનકપુરને તછ દઈને, જનપદને તછ દઈને, બહોળાં ધન કનક રતને મણિ મતી શંખ રાજપદ્દ કે રાજાવર્ત પરવાળાં માણેક વગેરે સત્ત્વવાળું સારવાળું એ તમામ દ્રવ્ય વિશેષ પ્રકારે તછ દઇને, પોતે નિમેલા દેનારાઓ દ્વારા એ તમામ ધનને ખુલ્લું કરીને તે તમામને દાનરૂપ દેવાનો વિચાર કરીને અને પિતાના ગોત્રના લોકોમાં એ તમામ ધન ધાન્ય હિરણ્ય રતન વગેરેને વહેંચી આપીને હેમંત તુને જે તે પહેલા માસ અને પહેલો પક્ષ એટલે માગશરને વ૦ દિવ પક્ષ આવતાં તથા તે માગશર મહિનાની ૧૦ દિ દશમને દિવસ આવતાં જ્યારે છાયા પૂર્વદિશા તરફ ઢળતી હતી અને બરાબર પ્રમાણ પ્રમાણે ન ઓછી કે ન વધુ એવી પોષી થવા આવી હતી તે સમયે સુન્નતનામને દિવસે વિજય નામના મુહુર્ત ભગવાન ચંદ્રપ્રભા નામની પાલખીમાં બેઠા અને તેમની પાછળ પાછળ દેવ માનવ અને અસુરોનાં મોટાં ટેળ મારગમાં ચાલતાં હતાં તથા આગળ કેટલાક શંખ વગાડનારા હતા, કેટલાક ચક્રધારી હતા, કેટલાક હળધારી હતા એટલે ગળામાં સોનાનું હળ લટકતું રાખનારા ખાસ પ્રકારના ભાટલા કે હતા, કેટલાક મુખમંગળિયામુખે મીઠું બોલનારા-હતા, વર્ધમાન એટલે પિતાના ખભા ઉપર બીજાઓને બેસાડેલા છે એવા પણ કેટલાક હતા, કેટલાક ચારણે હતા, અને કેટલાક ઘંટ વગાડનારા શંટિકે હતા. એ બધા લોકોથી વીંટળાયેલા ભગવાનને પાલખીમાં બેઠેલા જોઈને ભગવાનના કુલમહત્તરે તે તે ઈષ્ટ પ્રકારની મહર સાંભળવી. ગમે તેવી મનગમતી મનને પ્રસાદ પમાડે તેવી ઉદ્ધાર કલ્યાણરૂપ શિવરૂપ ધન્ય મંગળમચી For Private And Personal Use Only
SR No.034664
Book TitleKalpsutra
Original Sutra AuthorBhadrabahuswami
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages255
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy