SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગામની અને નગરની બાળવાળી જગ્યામાં, હાટ-દુકાને-જ્યાં હોય તે જગ્યાએ, દેવળે, ચોરાઓ, પાણી પીવાની પરબ અને બાગબગીચાઓની જગ્યાઓમાં, તથા ઉજાણી કરવાની જગ્યાઓમાં, વનમાં, વનખંડેમાં, મસાણમાં, સૂનાં ઘરમાં, પર્વતની ગુફાઓમાં, શાંતિધરમાં એટલે કે ત્યાં બેસીને શાંતિ કર્મ કરવામાં આવે છે તેવાં સ્થળોમાં, પર્વતમાં કોરી કાઢેલાં લેણેમાં, સભા ભરવાની જગ્યાઓમાં અને જ્યાં ખેડુતે રહે છે એવાં ઘરેવાળી જગ્યાએ દટાયેલાં હોય છે. તે તમામ ધનભંડારોને ભક દેવે તે તે જગ્યાએથી બળી કાઢી લાવીને સિદ્ધાર્થ રાજાના ભવનમાં ઠલવે છે–મૂકે છે. ૮૫ વળી, જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર જ્ઞાકુળમાં લાવવામાં આવ્યા તે રાતથી આખું જ્ઞાતકુળ અપાથી વધવા માંડયું, તેનાથી વધવા માંડયું, ધનથી, ધાન્યથી, રાજ્યથી, રાષ્ટ્રથી, સેનાથી, વાહનથી, ભંડારેથી, કોઠારથી, નગરથી, અંત:પુરથી, જનપદ્ધથી અને જશકીતિથી વધવા લાગ્યું તેમ જ વિપુલ-બહેળાં ધન-ગોકુળ વગેરે, કનક, રતન, મર્ણિ, મોતી, દક્ષિણાવર્તશેખ, રાજપટ્ટો-શિલા, પરવાળાં, રાતાં રતન-માણેક એવાં ખરેખર સાચુકલાં ધન વગેરે એ જ્ઞાતકુળમાં વધવા લાગ્યાં અને જ્ઞાતકુળમાં પરસ્પર પ્રીતિ આદર સત્કાર પણ ઘણે ઘણે ખુબ વધવા માંડો. ૮૬ ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીરના માતાપિતાના મનમાં આ આ પ્રકારે વિચાર ચિંતવન અભિલાષપ મને ગત સંકલ્પ આવ્યું કે, જ્યારથી અમારે આ દીકરા ફૂખમાં ગર્ભપણે આવેલ છે ત્યારથી અમે હિરણ્ય-ચાંદીથી વિધિયે છિયે, સેનાથી વિધિ છિએ, એ જ રીતે ધનથી, ધાન્યથી, રાજ્યથી, રાષ્ટ્રથી, સેનાથી, વાહનથી, ધનભંડારથી, કોઠારથી, પુરથી, અંત:પુરથી, જનપદથી તથા જાતિથી વધિયે છિયે તથા બહોળાં ધન, કનક, રતન, મણિ, મતી, શંખે, શિલા, પરવાળા અને માણેક વગેરે ખરેખરું સાચું ધન અમારે ત્યાં વધવા માંડયું છે તથા અમારા આખા જ્ઞાતકુળમાં પરસ્પર એક બીજામાં પ્રીતિ ખુબ ખુબ વધી ગઈ છે અને એક બીજા તરફ આદર સત્કાર પણ ભારે વધવા લાગે છે તેથી જ્યારે અમારો આ દીકરે જનમ લેશે ત્યારે અમે આ દીકરાનું એ બધી વૃદ્ધિને મળતું આવે એવું, એના ગુણને અનુસરતું, એના ગુણેથી ઉપજાવેલું એવું નામ વર્ધમાન (વર્ધમાન એટલે વધતે વધત) કરીશું, ૮૭ ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર માતા તરફ પિતાની ભક્તિ બતાવવા માટે એટલે ગર્ભમાં પતે હલેચલે તે માતાને દુઃખ થાય એમ સમજી માતાને પિતાના હલનચલનથી દુઃખ ન થાય તે માટે નિશ્ચલ થઈ ગયા, જરા પણ હલતા બંધ થઈ ગયા, અકંપ બની ગયા, એમણે પિતાનાં અંગે અને ઉપગે સકેડી લીધાં અને એ રીતે એ, માતાની કૂખમાં પણ અત્યંત ગુપ્ત થઈને રહેવા લાગ્યા. ૮૮ ત્યાર પછી તે ત્રિશલા ક્ષત્રિયાણીના મનમાં આ આ પ્રકારનો વિચાર આવ્યો કે મારે તે ગર્ભ હરાઇ ગયો છે, મારે તે ગર્ભ મરી ગયા છે. મારે તે ગર્ભ સુઈ ગયો For Private And Personal Use Only
SR No.034664
Book TitleKalpsutra
Original Sutra AuthorBhadrabahuswami
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages255
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy