SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બધી બાજુએ ઊજળી કરી રહ્યો છે. પ્રશસ્ત એવી લક્ષ્મીનું એ ઘર છે, તમામ પ્રકારનાં દૂષણે વિનાને છે, શુભ છે, ચમકિલે છે, શોભાવડે ઉત્તમ છે, તથા તમામ ઋતુનાં સુગંધી ફૂલેની માળાઓ એ કળશના કાંઠા ઊપર મૂકેલી છે એવા પાના પૂર્ણકલશને તે માતા જુએ છે. ૯ - ૪૩ ત્યાર પછી વળી, પદ્ધસરેવર નામના સવરને માતા દસમા સ્વમમાં જુએ છે, એ સરેવર, ઊગતા સૂર્યનાં કિરણેથી ખિલેલાં હજાર પાંખડીવાળાં-સહસ્ત્રદલ–મોટાં કમળને લીધે સુગંધિત બનેલ છે, એમાં કમળનાં રજકણે પડેલા હોવાથી એનું પાણી પિંજરા રંગનું એટલે પીળું તથા તું દેખાય છે, એ સરોવરમાં ચારે કોર ઘણા બધા જળચર જીવે ફરી રહ્યા છે, માછલાં એ સરોવરનું અઢળક પાણી પીધા કરે છે, વળી, ઘણું લાંબું પહેલું અને ડું એ સરોવર સૂર્યવિકાસ કમળ, ચંદ્રવિકાની કુલ, તાં કમળો, મેટાં કમળ, ઊજળાં કમળે, એવાં અનેક પ્રકારનાં કમળની વિસ્તારવાળી, ફેલાતી વિવિધરંગી શેભાઓને લીધે જાણે કે ઝારા મારતું હોય એવું દેખાય છે, સવારની શોભા અને રૂપ ભારે મહર છે, ચિત્તમાં પ્રમોદ પામેલા ભમરાઓ, માતેલી-મત્ત–મધમાખીઓ એ બધાનાં ટોળાં કમળો ઉપર બેસી તેમને રસ ચૂસી રહ્યાં છે એવા એ સરોવરમાં મીઠા અવાજ કરનારા કલઈ, બગલાઓ, ચકવાઓ, રાજહુસે, રાસ ગર્વથી મસ્ત બનીને તેને પાણીને ઉપયોગ કરે છે તથા વિવિધ પ્રકારનાં પક્ષીઓની નરમાદાનાં જોડકા એ સાવરના પાણીને હોંશે હોશ ઉપયોગ કરે છે એવું એ સરોવર કમલિનીનાં પાંદડાં ઉપર બાઝેલાં મેતી જેવા દેખાતા પાણીનાં ટીપાંઓ વડે ચિત્રોવાળું દેખાય છે, વળી એ સરેવર, જેનારનાં હૃદન અને વેચનને શાંતિ પમાડે છે એવું છે એવા અનેક કમળોથી મgીચ દેખાતા એ સરેવરને માતા દસમે સ્વપ્ન દેખે છે. ૧૦ જ ત્યાર પછી વળી, માતા અગિયારમે અને ક્ષીરદ સાગરને-દૂધના દરિયાને એ છે. એ ક્ષીરસાગરને મધ્યભાગ, જેવી ચંદ્રનાં ક્રિશાના સમડની શોભા હોય તેવી ભાવાળે છે એટલે અતિઉજળો છે, વળી, એ ક્ષીરસાગરમાં ચારે બાજુ પાણીને ભરાવો વધતે વધતું હોવાથી એ બધી બાજુએ ઘણે ઊંડે છે, એનાં માજ ભારે ચપળમાં ચપળ અને ઘણું ઊંચાં ઊછળતાં હોવાથી એનું પાણી છેલ્યા જ કરે છે, તથા જ્યારે ભારે પવનનું જોર હોય છે ત્યારે પવન એનાં મેજની સાથે જોરથી અથડાય છે તેથી માજ જાણે જે સ્થી દેડવા લાગે છે, ચપળ બને છે, એથી એ સ્પષ્ટ દીસતા તરગે આમતેમ નાચતા હોય એ દેખાવ થાય છે તથા એ તરંગે ભયભીત થયા હોય એમ અતિલોભ પામેલા જેવા દેખાય છે એવા એ સહામણું નિર્મળ ઉદ્ધત કલેલેન મેળાપને લીધે જેનારને એમ જણાય છે કે જાણે ઘડીકમાં એ દરિચો કાંડા તરફ દેડિતે આવે છે અને ઘડીકમાં વળી એ પિતા તરફ પાછા હઠી જાય છે એ એ ક્ષીરસાગર ચમક્તા અને રમણીય દેખાય છે, એ દરિયામાં રહેતા મોટા મોટા મગર, મોટા મોટા મો, તિમિ, વિમગલ, નિરુદ્ધ અને તિલતિલિય નામના જળચરે પિતાનાં For Private And Personal Use Only
SR No.034664
Book TitleKalpsutra
Original Sutra AuthorBhadrabahuswami
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages255
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy