SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મતાને લગતા ઘણા ઘણા પાદે થઈ ગયા છે. આ પાઠભેદે સ્વભાવિક રીતે જ થઈ ગયા નથી, પરંતુ પાછળના આચાર્યોએ જાણીબુઝીને પણ આ શબ્દપ્રયોગોને સમયે સમયે , બદલી નાખ્યા છે; અથવા પ્રાચીન પ્રાકૃત ભાષાના પ્રયોગો સાથેનો સંપર્ક ઓછો થવાને લીધે જ્યારે મુનિવર્ગ સહેલાઈથી તે તે શબ્દપ્રગના મૂળને સમજી શકતા ન હોવાથી શ્રીઅભયદેવાચાર્ય, શ્રીમલયગિરિ આચાર્ય વગેરેને તે તે શબ્દપ્રગો બદલી નાખવાની આવશ્યક્તા જણાઈ અને તેમણે તે તે શબ્દપ્રયોગોને બદલી પણ નાખ્યા છે. આમ કરવાથી ગ્રંથને વિધ્ય સમજવામાં સરળતા થઈ, પરંતુ બીજી બાજુ જેન આગમની મલિક ભાષામાં ઘણું જ પરિવર્તન થઈ ગયું. જેને લીધે આજે “જૈન આગમની મલિક ભાષા કેવી હતી તે શોધવાનું કાર્ય દુષ્કર જ થઈ ગયું. આ પરિવર્તન માત્ર અમુક આગમ પુરતું મર્યાદિત નથી, પરંતુ દરેકે દરેક ગામમાં અને એથી આગળ વધીને ભાખ્ય-ચૂણિમાં સુદ્ધાં આ ભાષાપરિવર્તન દાખલ થઈ ગયું છે. એટલે જૈન આગમેની માલિક ભાષાના શેાધકે જન આગમ-ભાષ્ય આદિની જુદા જુદા કુલના પ્રતિએ એકત્ર કરીને અતિધીરજથી આ નિર્ણય કરવાની જરૂરત છે. આ સ્થળે, જરા વિષયાંતર થઈને પણ એટલું જણાવવું અતિ આવશ્યક માનું છું કે ભાષા દૃષ્ટિએ જૈન આગમનું અધ્યયન કરનારે જેસલમેરના કિલ્લાના શ્રીજિનભદ્રીય સાનભંડારની તેમ જ લાંકાગચ્છના ભંડારની અને તે ઉપરાંત આચાયવર શ્રીજમ્મુસૂરિ મહારાજના જ્ઞાનભંડારની ભગવતીસૂત્રની એમ તાડપત્રીય પ્રાચીન ત્રણે ય પ્રતિ જરૂર જેવી જોઈએ. પાટણ શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરમાં પધરાવેલા સંઘના જ્ઞાનભંડારની અનુગદ્વારસૂત્રની પ્રતિ પણ જોવી જોઇએ. જેસલમેરના કિલ્લાનાં ઉપયુક્ત ભંડારની અનુમાન દશમા સિકાની આસપાસમાં લખાયેલી વિશેષાવશ્યક ભાષ્યની પ્રતિ પણ ભૂલવી ન જોઈએ. આ ઉપરાંત જૈન આગમ ઉપરના ભાવ્ય અને સૂષ્ટ્રિગ્રંથનું પણ આ દષ્ટિએ અવલોકન કરવું જોઈએ. આ બધા અવલોકનને પરિચ્છામે ય જૈન આગમોની માલિક ભાષાનું વાસ્તવિક દિગ્દર્શન કરાવવું અશકયપ્રાય છે, તે છતાં આ રીતે એ ભાષાને નજીકમાં પહોંચી શકવાની જરૂર શક્યતા છે. અસ્તુ, હવે મૂળ વિષય પર આવીએ. ઉપર જણાવવામાં આવ્યું તેમ પાછળના આચાર્યોએ આગમસૂત્ર આદિની ભાષામાં સમયે સમયે ઘણું ઘણું પરિવર્તન જરૂર કર્યું છે, તે છતાં ઘણે ય સ્થળે તે તે માલિક ભાષાપ્રગો રહી જવા પામ્યા છે. એટલે એ રીતે, મેં જે પ્રતિને મારા સંશોધન અને સંપાદનમાં મૂળ તરીકે રાખી છે તેમાં પણ તેવા પ્રયોગો વિદ્વાનોને ઠેકઠેકાણે જોવા મળશે. કેટલાક ખાસ તેવા પ્રયોગના પાઠભેદ પણ આપવામાં આવેલા છે. મારા સંશોધનમાં જે ૪-૪ નામની પ્રતિઓ છે, તેમાં જંકાર બહુલ પાંડ છે. ભરતનાટ્યશાસ્ત્રના ૧૭મા અધ્યાયમાં કારબલ, ઘકારબલ, નકાબહલ, કાલ, For Private And Personal Use Only
SR No.034664
Book TitleKalpsutra
Original Sutra AuthorBhadrabahuswami
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages255
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy