________________
| પ્રતિ-ભક્ત્તિ-વવોડસા ...... ઇત્યાદિ શ્લોક દ્વારા ૧૪૪૪ ગ્રંથ પ્રણેતા સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિ મહારાજ પણ આત્મરમણતા રૂપ અસંગ અનુષ્ઠાનને પ્રાપ્ત કરવા માટે પ્રભુ સાથે અનન્ય પ્રીતિ-ભકિત અને વચન (આજ્ઞાપાલન) ના પગથિયા અનુક્રમે ચડવાનું જણાવે છે.
કલિકાલ સર્વજ્ઞ આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરિ મહારાજ પણ વીતરાગ સ્તોત્રમાં વં હિ ભવાન્તારે નન્મિનાં નન્મનઃ તમ્ । કહીને પ્રભુ સાથે પ્રીત બાંધીને પ્રભુના ગુણગાન દ્વારા રસનાને પાવન બનાવવી એ જ મનુષ્ય જન્મ પામવાનું મુખ્ય ફળ બતાવે છે !.....
નાના બાળકને ચોકલેટ દેખાડીને તેના હાથમાં રહેલ કાંકરા કે | વિષ્ઠાને સહેલાઇથી છોડાવી શકાય છે તેમ પરમાત્મ પ્રીતિ ની સુમધુરસ્વાદિષ્ટ ચોકલેટ દ્વારા જ આપણા મન રૂપી બાળક પાસેથી વિષયો રૂપી વિઝાની આસકિત સહેલાઇથી છોડાવી શકાય છે.
તેથી જ પ્રભુ સાથે પ્રીત બાંધવામાં સહાયક બને તેવી સ્તુતિ સ્તવન|| સ્તોત્ર-આધ્યાત્મિક પદો વિગેરે એનેક ભાવવાહી પદ્ય કૃતિઓનો સમાવેશ પ્રસ્તુત પુસ્તકમાં કરવામાં આવ્યો છે.
વ્યાખ્યાનના પ્રારંભમાં પ્રાર્થના તરીકે ઝીલાવવામાં તેમજ જિનાલયમાં સામૂહિક કે વ્યકિતગત રીતે ઝીલાવવા કે ગાવા માટે રાત્રે પ્રભુ ભકિત-ભાવનામાં તથા ચાતુર્માસ, છ'રી સંધ ૯૯ યાત્રા વિગેરે । દરમ્યાન પ્રભુભકિતના વિવિધ અનુષ્ઠાનો ગોઠવવામાં પ્રસ્તુત પુસ્તકમાં આપેલ રચનાઓ અત્યંત ઉપયોગી બની શકે તેમ છે.
પ્રસ્તુત પુસ્તકમાં સંકલિત વિવિધ પ્રભુભકત આત્મોની રચનાઓ દ્વારા અનેકાનેક આત્માઓના હૃદયમાં પ્રભુ સાથે સાચી પ્રીત જન્મે-વિકસેઆત્મસાત્ થાય, જીવન પ્રભુમય બને અને પ્રાંતે અલ્પ ભવોમાં સહુ પ્રભુ સ્વરૂપ બને એ જ મંગલ ભાવના.
શિવમસ્તુ સર્વજ્ઞાત: ।। ૐ શાંતિ: શાંતિ: શાંતિ: A fele - ગણિ મહોદયસાગર
4
સં. ૨૦૫૩ કા.સુ.૧ (નૂતન વર્ષ) વડોદરા-અચલગચ્છ જૈન ભવન.