SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ - ઘડપણમાં પ્રભુ ગુણ ગાશું હેન્ડબીલ મે વાંચ્યું તમારું, તેમાં બતાવ્યું મોક્ષનું બારું, 1 પણ ઘરનું છે મોટું કારભારું ગુરુરાજ, ઘડપણમાં પ્રભુ ગુણ ગાશું. એ જી, હાલમાં નથી નવરાશું, ગુરુરાજ... ઘડપણમાં. ૧ નારી કર્મે મળી કજીઆળી, એ તો કાળજું પ્રજાને ભારી; એવા ઘરને શું નાખવું બાળી, ગુરુરાજ.... ઘડપણમાં૦ ૨ મોટો છોકરો વિલાયત ગયો છે, નાનો તો જુગારી થયો છે; એવો ચાલે છે ઘરબાર ગુરુરાજ... ઘડપણમાં૦ ૩ ) અમે મોટા કહેવાઈએ વેપારી, રાત દિવસે ઘણી હાડમારી; કેમ સાંભળીએ વાણી તમારી, ગુરુરાજ.... ઘડપણમાં૦૪ ઈગ્લેન્ડ આફ્રિકી સુધી વિચરશું, આસ્ટ્રેલિયાનું સોનું સંઘરશું; અમેરિકાની લક્ષ્મી અહીં ભરશું, ગુરુરાજ.... ઘડપણમાં ૫ 1 જીવન દોરી હજી છે લાંબી, કેડ હજી તો વળી નથી વાંકી; વળી વૃદ્ધાવસ્થા નથી આવી, ગુરુરાજ......ઘડપણમાં ૬ 1 સાઠ વર્ષની ઉમર હજી મારી, શું આંખે આવે છે તમારી; હજી લાવવી છે નવી નારી, ગુરુરાજ... ઘડપણમાં ૭ | એક થાળીમાં સાથે જમશું, રંગરાગમાં અમે રોજ રમશું; તો જ નવી નારીને ગમશું, ગુરુરાજ... ઘડપણમાં) ૮ | છોકરાના છોકરા પરણશે, એનાં બાળુડાં ખોળામાં રમશે; ત્યારે નિતની ચિંતા ટળશે, ગુરુરાજ.....ઘડપણમાં૦૯ | સાઠ લાખની પુંજીને શું કરીએ ? અબજોથી તિજોરી ભરીએ; - ત્યારે કંઈક શાંતિ દિલ ધરીએ, ગુરુરાજ...ઘડપણમાં ૧૦ ३२७
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy