________________
પરંતુ આત્મિક નિર્મળતાને કારણે, પૂર્વજન્મની વિશિષ્ટ ! | સાધનાના પરિપાક સ્વરૂપે કેટલીકવાર અચાનક તેમના મુખમાંથી ,
ધારાબધ્ધ રીતે ઉચ્ચ આધ્યાત્મિક ભજનો સરી પડતા. હાજર રહેલ | કોઈ સત્સંગી લખી લે તો ઠીક. નહતિર એમને એમ એ ભજનો | I બોલાઈ જતા. 1. આવા સેકડો ભજનોમાંથી અહીં ૩૧ ભજનોનું સંકલન કરવામાં | I આવ્યું છે. મારી મુમુક્ષુ અવસ્થામાં મારી હાજરી વખતે પણ એક I | ભજન અચાનક સરી પડેલ તે મેં નજરે જોયું છે. -સંપાદક
આ પ્રેમે રે પ્રભુને પંથે ચાલજો કોઈ પ્રેમે રે પ્રભુને પંથે ચાલજો, છોડી માયાનો પ્રપંચ;ો . હેતે રે હરિરસ પીજીએ. શું રે મોહ્યો આ સંસારમાં, જેનો રંગપતંગ; નથી રે ભરોસો આ દેહનો, જાતાં નહિ લાગે વાર. પ્રેમે રે .૧ | મોંઘો રે માનવતાનો દેહ છે, ફરી ફરી નાવે તારો દાવ;
જીતી રે બાજી નવ હારશો, તત્ત્વનો કરી લ્યો વિચાર. પ્રેમે. ૨ | 1 લક્ષ ચોરાશી જન્મ પામીયો, કષ્ટ પામ્યો પારાવાર પ્રભુની કૃપાએ જીવ તું જાગીયો, મનુષ્ય દેહ આપ્યું નાવ. પ્રેમે રે. ૩]
ખટપટ બાજી તું મૂકી દે, અટપટો છે સંસાર; ઝટપટ ભકિત તું સાધી લે; સાચો કરી સંત્સગ. પ્રેમે રે .૪ શુધ્ધ સનાતન તું આતમા, ભૂલ્યો નિજ સ્વરૂપ; સ્થિર પ્રજ્ઞતાને પામવા, સમતા સાધન વિચાર . પ્રેમેરે .૫ સાધ્ય સાધન તારો આતમા, સાક્ષાત્કારે વિરામ; જીવન મુકિત પદ પામીને, નિજાનંદે આરામ. પ્રેમે રે . ૬
(૩CO