________________
(૯૯) ભીતર વળશો ક્યારે ? ભીતર વળશો ક્યારે ? ઓ નયણાં ભીતર વળશો ક્યારે ? બાહ્ય પદારથ બહુ બહુ જોયા, ભટકી બહારે બહારે; // અંતર શોધ ચલાવવા હાવાં, ભીતર વળશો ક્યારે ? ઓ નયણાં. ૧ | જગ પરથી વાળી લઈ તમને, ઢાળું જ્યાં પ્રભુ પાસે; | ત્યાં પળમાં તો ક્યાંય પહોંચો, ચંચળ ના ઓછાર,ઓ નયણાં.૨ શંખ છીપ અસંખ્ય વીધ્યા અહીં, સાગરને પડથારે; મોતી લેવા મહેરામણમાં, કરશો મજજન ક્યારે, ઓ નયણાં.૩ સાધન રૂપ ગણ્યાં તો તમને, બંધન આજ બન્યાં રે; હરિદર્શન આડે કાં આવો, નયણાં ઓ મારાં રે, ઓ નયણાં.૪ (૧૦૦) જ્યાં લગી આતમા તત્ત્વ ચિહુન્યો નહીં ! - જ્યાં લગી આતમા તત્ત્વ ચિઢ્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી; . | માનુષા દેહ તારો એમ એળે ગયો, માવઠાંની જેમ વૃષ્ટિ વૂઠી....૧ / | શું થયું સ્નાન પૂજાને સેવા થકી, શું થયું ઘેર રહી દાન દીધે; | થયું ધરી જટા ભસ્મ લેપન કર્યું, શું થયું વાળ લોચન કીધ. જ્યાં..૨ 1 | શું થયું તપને તીરથ કીધા થકી, શું થયું માળગ્રહી નામ લીધે; T શું થયું તિલકને તુલસી ધાર્યા થકી, શું થયું ગંગાજળ પાન કીધે. જ્યાં.૩ | શું થયું વેદ વ્યાકરણ વાણી વધે, શું થયું રાગ ને રંગ જાયે; I | શું થયું ષ દર્શન સેવા થકી,શું થયું વરણના ભેદ આયે જ્યાં.૪
એ છે પરપંચ સહુ પેટ ભરવા તણા, આતમા રામ પરબ્રહ્મ ન જોયો ભણે નરસૈયો કે તત્ત્વદર્શન વિના, રત્નચિંતામણિ જન્મ ખોયો.જયાં.૫
૨ ૫૩