________________
આવ્યો હવે હજૂર રે, ઉભો થઈ રહ્યો, સામું થૈ જુઓ નહીં એ. ૩૨] આડો માંડી આજ રે, બેઠો બારણે, માવિત્ર તમે માનશો એ. ૩૩ તુમે છો દયાસમુદ્ર રે, તો મુજને દેખી, દયા નથી થૈ આણતાં એ. ૩૪ ઉવેખશ્યો અરિહંત રે, જો આણી વેલા, તો મહારી શી વલે થશે એ.૩૫. Iઉભા છે અનેક રે, મોહાદિક વૈરી, છલ જુએ છે માહરાં એ. ૩૬] તેહને વારો વેગે રે, દેવ દયા કરી, વલી વલી શું વિનવું એ. ૩૭. મરૂદેવી નિજમાય રે, વેગે મોકલ્યાં, ગજ બેસાડી મુક્તિમાં એ. ૩૮
ભરતેસર નિજ નંદરે, કીધો કેવલી, આરીસો અવલોકતાં એ. ૩૯. jઅઠ્ઠાણું નિજ પુત્ર રે, પ્રતિબોધ્યાં પ્રેમ, ઝૂઝ કરંતાં વારીયા એ. ૪૦
બાહુબલીને નેટ રે, નાગકેવલ તમે, સામી સાતમું મોકલ્યું એ. ૪૧. iઈત્યાદિક અવદાત રે, સઘળા તુમ તણાં, હું જાણું છું મૂલગાં એ. ૪૨ 'મહારી વેલા આજ રે, મૌન કરી બેઠાં, ઉત્તર શું આપો નહીં એ. ૪૩. વીતરાગ અરિહંત રે, સમતાસાગરૂ, માહરા તાહરાં શાં કરો એ. ૪૪ એકવાર મહારાજ રે, મુજને સ્વમુખે, બોલાવો સેવક કહી એ. ૪૫.
એટલે સિદ્ધાં કાજ રે, સઘલાં માહરાં, મનના મનોરથ સવિ ફલ્યા એ.૪૬ lખમો મુજ અપરાધ રે, આસંગો કરી, અસમજંસ જે વિનવ્યું છે. ૪૭
અવસર પામી આજ રે, જો નવિ વિનવું, તો પસ્તાવો મન રહે એ.૪૮ ત્રિભુવન તારણહાર રે, પુયે માહરા, આવી એકાંતે મલ્યા એ. ૪૯!
બાલક બોલે બોલ રે, જે અવિરતપણે, માય તાયને તે રૂચે એ. ૫૦, નિયણે નિરખ્યા નાથ રે, નાભિ નરિંદનો, નંદન નંદનવન જિમ્યો એ. ૫૧] મરૂદેવીસરહંસ રે, વંશ ઈખાગનો, સોહાકર સોહામણો એ. પર, માય તાય પ્રભુ મિત્ર રે, બંધુ તું માહરો, જીવ જીવન તું વાહો એ. ૫૩| અવર ન કો આધાર રે, ઈણે જગ તુજ વિના, ત્રાણ શરણ તું ધણીએ.૫૪
૧૮૮