________________
મિથ્યાત્વ મોહ ગળે દીપક શ્રધ્ધા તણો પ્રગટે દિલે, . ક્રોધાદિ સર્વ કષાય છેદક, ભાવ શુભ આવી મળે; ભૂર્ભુવઃ સ્વસ્ત્રયીશાન રક્ષક સર્વ દોષ વિડંબના, અતિ. ૬ મિત્રો અને હિતકાર સઘળા, શત્રુઓ તુજ યોગથી, પાપી જનો પાવન બને, તુજ ધર્મચક્ર સુયોગથી; ની લખલૂટ લક્ષ્મી પુણ્ય પ્રભવા, પાવની ગૃહ આંગણા, અતિ. ૭. કાજળ સમા કાતિલ કરમના, કોયડા વિખરાવતું, લેખો લલાટે લખી પરિમલ, પુણ્યની પ્રસરાવતું; કાયા પલટ કરતું સુહેતુ, ભવ્ય નવ્ય સુલક્ષણા, અતિ. ૮ લેપાય ના ભવિ ભોગમાં, કદીયે પ્રભાવ જેહના, ) સુકૃત કમાણી નિત્ય કરે, ત્રુટી તણી જ્યાં રેહ ના; મેવા દીયે મુગતિ તણા, તુજ ચક્ર ભકિત રંજણા, અતિ. ૯ ઘોર પ્રગાઢ ભવાંધકારે સૂર્ય સમ જે ઝળહળે, વરદાય આરક સહસથી જે મોહ મિથ્યા તમ હરે; કી તકદીર તસ્વીર ને વળી, તાસીર સંસ્કૃત કારણો, અતિ. ૧૦ રત્નો તણા પંચક સુયોગે, દેવતા નિરમાપતા, તુરગ સુવર્ણ ભયો, તુરગ ટાળી સદા હરખાવતા; જયનાદની જયકાર કારી, જે કરે નિત ઘોષણા, અતિ. ૧૧ ગગનાંગણે જે ગાજતું, અરિહા સમીપે રાજતું, તો તિગ્માંશુ સમ પણ શૈત્યદાયક, ભવિકનું મન માંજતું; ) વ્યાઘાત ટાળે જે બધા, વિપરિત કર્મ પ્રબંધના, અતિ. ૧૨ ધન્યત્વ કારક હે પ્રભો ! છે આપ ચક્રારાધના,ી છે કારણ યોગાંગ અડયોગે કરી, બાળે સકળ કર્મેધના; S); યાંત્રિક માંત્રિક ને વળી તાંત્રિક સિધ્ધિકારણા, અતિ. ૧૩
૧૩૮