SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વેશ ! વીસનગરે શિવ સૌમ્યવંતા, કલ્યાણ પાર્શ્વ જિન છો શિવ નાર કંતા; પુણ્ય પ્રતાપ જગમાં તુજનો છવાયો, વ્યોમાકૃતિ સ્વરૂપ તું હિત હેત ગાયો ૨૮ માહિષ્મતીશ મનરંજન પાર્શ્વસંગે, પામ્યો પ્રસન્ન મન સાધ્ય સુભકિત રંગે; અદ્યાવધિ પ્રભુ હતો તુજથી અજાણ્યો, લોભે હવે તુમતણો પરચો સુજાણ્યો ૨૯ જેનો પ્રભાવ વિજયાન્વિતકાર વેગે, તે વંદું પાર્શ્વ સુલતાન મુદા વિવેગે, તારી કરી હૃદયગોખ મહીં પ્રતિષ્ઠા, જ્ઞાનાત્મ ! સિદ્ધપુરનાં વર દો વરિષ્ઠા ૩૦ Hat YUV नमो डोसलासंज्ञकायोत्तमाय, नमो पल्लवीयाह्वयायेष्टदाय । નમો મીતડીશાય વૈવલ્યધાને, નમસ્તે, નમસ્તે, નમસ્તે, નમસ્તે।। હે મોક્ષ સૌખ્યદ ! તને ભવિકો વધાવે, ધોતા મહીં તુજ સમક્ષ સુભાવભાવે; શ્રી ડોસલા ! તુમ કરું દુવિધાનભક્તિ, આપો મહેશ અભયંકર આત્મશક્તિ. ૩૧ પ્રહ્લાદને પુરવરે પ્રભુ પલ્લવીયા, પાર્થેશ ! મેં તુમતણા ચરણો સ્તવીયા; છે શાંતમૂર્તિ તુમચી પરભાવવંતી, ભેટી તને ભવિ વરે પરભાવખંતી. ૩૨ સર્વાંગસુંદર સુશોભિત દિવ્યદેહી, તત્ત્વેશ સર્વ જિન પારસ છો અનેહી; ૧૧૩ (૧)
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy