________________
· વીર-પ્રવચન
૯૦
કઈ જ કારણ નથી, વેદપદા સમજવામાં તે ભૂલથાપ ખાધી છે, એ પદ્માના અર્થ હું કહું તેમ બેસાડવાથી હારા સંશયનું ક્ષણમાં નિવારણું થઇ જશે.' પંડિતપ્રવર ઈંદ્રભૂતિ તા સાંભળી જ રહ્યા, હૃદ્યગત શકા આજ સુધી સદૈવ પાસે વસનાર અગ્નિભૂતિ બંધુ પણ જાણી શકયા નથી ત્યાં આ પ્રભુશ્રીએ તે જાણી લીધી, માટે એ સન તે ખરાજ એમ વિચારતાં શું સમાધાન કરે છે તે પ્રીતિ મીંટ માંડી રહ્યા.
શ્રી મહાવીરે ગંભીર નાદે-પૂર્વ ધ્વનિમાં વિજ્ઞાનધન આદિ વેદપદાનું ઉચ્ચારણ કર્યું અને ત્યાર પછી એના અર્થ સ્ફુટ કર્યાં, ઉદાહરણ દ્વારા એની સિદ્ધિ કરી દેખાડી. ઇંદ્રભૂતિ પડીત એ રહસ્ય સમજ્યા કે તુરતજ પ્રભુશ્રી પાસે પ્રવજ્યા સ્વીકારી. જ્યાં આ વાર્તા સામિલ દ્વિજના યજ્ઞ મડપમાં પહેોંચી કે એક પછી એક એમ દશે પીતા સ્વશિષ્યસમૂહ સાથે આવ્યા; અને પોતપોતાની શકાઓનું સમાધાન કરી પ્રભુશ્રીના શિષ્ય બન્યા. એ સબંધી જાણવાના જિજ્ઞાસુએ ગણધરવાદ અવલાકવે.
'
પરમાત્મા મહાવીર દેવે શક્રેન્દ્રે આણેલા થાળમાંથી સુગંધીદ્રવ્ય મિશ્રિત ચૂર્ણ લઈ એ અગીઆરે પડીતેાના મસ્તક પર નાંખી તેમને સ્વ ગણધર તરિકે સ્થાપન કર્યા. ‘ ઉત્પાદ્, વ્યય, ધ્રુવ' રૂપ ત્રિપદીનું રહસ્ય સમજાવ્યું. એટલી ટુંકાક્ષરી પામીને એ મહા બુદ્ધિ નિશ્વાતાએ દ્વાદશાંગીની રચના કરી. તેમના ચુંવાલીસ સે। શિષ્યાને મુનિદે સ્થાપ્યા. ચીરકાળથી પ્રત્રજ્યાની અભિલાષા ધરાવતી, વસુમતી, ચંદનબાળાને સાધ્વીપદનું દાન કરી પ્રવતનીપદે સ્થાપ્યા.
પ્રભુશ્રી મહાવીરને તીર્થ સ્થાપીને શાંતિથી બેસી રહેવાનું નહાતું. તીર્થંકર નામકર્મના ઉદય થયે। હાવાથી સારા ભારતવર્ષમાં પથરાઈ રહેલ પ્રવૃત્તિમાં સ્યાદ્વાદ માર્ગના પુનઃ ઉદ્ધાર કરવાનેા હતા. સારાયે વિશ્વને સ્વશાસન–જીનશાસનનું રસિયું બનાવવાનું હતું. એ કાળે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com