________________
વીર–પ્રવચન
[૪૯
નથી જેમ વૃક્ષ ઉખડીને જમીન પર પડી જાય તેમ રાજન પણ ધરણ પર ઢળી પડયે. બેભાન દશાને પામી ગયો. તરત જ રાજવૈદ્યોને તેડવા માણસો દેડયા. અંતઃપુરમાં વાયુવેગે વર્તમાન પ્રસરતાં સર્વત્ર હાહાકાર થઈ રહ્યો. મંત્રીશ્વરના યત્નથી ભૂપ શુદ્ધિમાં આવ્યો, છતાં પરિતાપ લેશમાત્ર જૂન મહેતે થે. ભૂદેવને સંસારની અસારતા સમજાવનાર ઘડી પરના એ રાજવીમાં અત્યારે બૃહદ્ અંતર ભાસતું હતું. આ પરિવર્તનનું કારણ “મારાપણુની બુદ્ધિ” સિવાય અન્ય ન હતું, તેથી જ જ્ઞાની પુરૂષોએ “હું અને મારું” રૂપ મંત્રને જગતને અંધ કરનાર તરીકે કર્યો છે. દ્વિજ દૂર ગયે જ નહોતું એટલે ઉપચારકના આગમન પૂર્વે જ ત્યાં દેડી આવ્યો અને તેને શુદ્ધિ સંપ્રાપ્ત થતાં જ પૂર્વનિ પ્રસંગ યાદ કરાવી ઉપદેશને આચરણમાં મૂકી બતાવવા વિનવણી કરી. એના વાફબાણથી રાજાના મેહ-આવરણે દૂર હડસેલાયાં. કર્મો પર નજર ગઈ. અછત છને લીધેલા માર્ગની ઉત્કૃષ્ટતા ધ્યાનમાં આવી. તુર્તજ ધૈર્યનું અવલંબન ગ્રહી, સગાંસંબંધી અને પ્રજાજનને શાંત કરી, સૌને વિદાય કર્યા, દરમિઆન ખાઈમાંનાં ઉભરાઈ જતાં પાણી પ્રવાહથી જેનાં ઘરે પ્રલયદશાને પામતા હતા એવા ખાઈ નજીકના ગ્રામ્યજનોની વિનવણીથી જહુપુત્ર ભગીરથને પ્રવાહ-નિયમન કરવા સારૂ મોકલવામાં આવ્યો. એને ખાઈના પ્રવાહને પુનઃ ગંગામાં પાછો વાળ્યો અને પુનઃ પાણી ન ઉભરાય તેવી વ્યવસ્થા કરી ગ્રામવાસીઓને નિર્ભય ર્યા. ત્યારથી ગંગાનું બીજું નામ ભાગીરથી પડયું. વળી ભગીરથે સ્વપિતાના તેમજ અન્ય કાકાઓના અસ્થિઓને પણ પ્રવાહ સાથે પાછા વાળાને ગંગાના ઝડપથી વહેતા નીરમાં મેળવી દીધા. ત્યારથી જનતામાં અસ્થિને ગંગામાં પધરાવવાની પ્રથા શરૂ થઈ.
ભગીરથને રાજ્યસન સોંપી, ચક્રી સગરે શ્રી અજિતપ્રભુ પાસે પ્રવજ્યા સ્વીકારી, શુદ્ધભાવે તેનું પાલન કરી, સિદ્ધગતિ પ્રાપ્ત કરી.
કેટલેક કાળ બીજા તીર્થપતિના મોક્ષગમન બાદ વ્યતીત થયે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com