________________
વીર–પ્રવચન
શિથિલતાના સંરક્ષણ માટે કેવું વિકૃત સ્વરૂપ ધારણ કરે છે તેને
ખ્યાલ ઉપરની વાતથી સહજ આવી શકે છે. અષ્ટાપદ ગિરિ પર પ્રભુશ્રી તે સિદ્ધિપદને વર્યા; એ વેળા દે અને માત્ત્વોએ દુઃખાતે હૈયે નિર્વાણ પ્રસંગ ઉજવ્યો. ચક્રીએ એ સ્થાને સિંહતિષદ્યા પ્રાસાદ કરાવ્યો.
ભારત વર્ષના પ્રથમ ચક્રવતી ભૂપાળ તરિકે શ્રી કષભપુત્ર ભરતે ચીરકાળ રાજ્ય કર્યું. તેમને સૂર્યશા પ્રમુખ સંખ્યાબંધ સંતાને પ્રાપ્ત થયા. ચોસઠ હજાર તે અંતે ઉરીઓ હતી. બીજી રિદ્ધિને પાર ન હતો. એક દિન અરિસા ભુવનમાં ફરતાં અંગુલી પરથી એક મુદ્રા સરી જમીન પર પડી. નૃપતિનું ધ્યાન તરત જ એ તરફ ખેંચાયું દર્પણમાં પાંદડા વિહુણ અટુલી ડાળી સમી ભૂષણ રહિત આંગળી જોતાં જ મન ભાવના શ્રેણીમાં આગળ વધ્યું. એક તરફ દેહપરના આભુષણે એક પછી એક ઉતરવા લાગ્યા અને બીજી બાજુ સંસારની અને એમાં અહર્નિશ દૃષ્ટિગોચર થતાં પદાર્થોની અનિત્યતા નિહાળતું મગજ વધુ ઉંડુ ઉતરવા લાગ્યું. જોતજોતામાં વિચારશ્રેણી આધ્યાત્મિક પ્રદેશમાં પૂર્ણ છુટથી વિહરવા મંડી. ધ્યાનની ઝડી સજ્જડ જામી. એની ઉત્કટતા વધી ગઈ ટુંક સમયમાં ઘડપરના વિલાસી છખંડના સ્વામી, કૈવલ્યથી વિભૂષિત બની ત્રણ લેકના પૂજનિક સંત થઈ પડ્યા. દેએ સાધુવેશ હાજર કર્યો અને ભરતજી રાજ્યધુરાના ભારને ફગટી દઈ, તંત્રની માયાજાળને તિલાંજલિ આપી વિશ્વના ચોકમાં કેવળ જનકલ્યાણ અર્થે નીકળી પડયા, જીવનના અંતિમ શ્વાસ સુધી ઉપદેશ વારિના સિંચન ચાલુ રાખ્યાં.
પિતા-પુત્રનાં આયુષ્ય સરખાં હતાં, ચોરાશી લાખ પૂર્વો એટલે અતિ ઘણાં વર્ષો, પિતા તીર્થકરની શ્રેણીમાં અગ્રપદે પુત્ર ચક્રવતીની ગણનામાં અગ્રપદે પ્રભુ પહેલાં મેક્ષે સિધાવ્યા; અને કેટલાક સમય બાદ મુનિશ્રી ભરત પણ તેજ સ્થાને પહોંચ્યા, ઉભયનાં જીવન સાર્થક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com