________________
વીર-પ્રવચન
- ત્રિકાળદર્શી આદિનાથ પ્રભુ તે જ્ઞાનબળે આ સર્વ વ્યતિકર જાણી ચુકયા હતા. પરમાર્થના સાગરે મર્યાદા નજીક રહેલી નિહાળી. તરતજ પરિસ્થિતિથી વાકેફ કરી બ્રાહ્મીસુંદરીરૂપ સાધ્વીયુગ્મને ત્યાં જવાની આજ્ઞા કરી. એકાંત પ્રદેશમાં અતુલ કષ્ટ વેઠી જેની કાયા શ્યામવર્ણ થઈ ગઈ છે એવા મુનિ બાહુબળને ધ્યાનના ઊંડાણમાં દીઠા-વીરા મારા ગજ થકી ઉતરો, ગજ ચઢયા “કેવળ” ન હાય રે” એટલા ઇશારારૂપ વચને વદી એ તે માગે પડી.
પણ અહીં તે ધ્યાનમાં ભંગાણ પડયું, વિચારમાળાના મણકા રથના પડા માફક ફરવા લાગ્યા. ગજ શો ને વાત શી? સાધ્વીઓ તે મૃષા વદે? આત્મામાં વિચાર જ્યોતિ પ્રજવલિત થઈ પુનઃસર્ચ લાઈટથી ખૂણે ખૂણા શોધવા લાગી ત્યાં તે વયે અનુ જ છતાં જ્ઞાન કરી ગરિષ્ટ એવા બંધને શા માટે વાંદુ એવો અભિમાનરૂપી હસ્તિ નજરે ચળે એને ઓળખી લીધે. સત્યને પથ છે શરાને ” એ નિયમ મુજબ તરતજ વાંદવા જવા પગ ઉપાડયો. ગર્વનું ઉમ્મુલન થયું. અંતર નિર્મળ બન્યું, અને તરત જ કેવળ જ્ઞાન પ્રાપ્તિના દુદુભિ વાગ્યાં. - મરૂદેવા માતાને તે પ્રભુશ્રીને કૈવલ્ય થયા પછી રિદ્ધિ સહિત વાંદવા જતાં, પુત્રની સંપદાના પૌત્ર ભરત મુખે વર્ણન સાંભળતાંજ હસ્તિ-સ્કધ પર કેવળ જ્ઞાન થયું હતું અને આયુષ્યને અંત આવી ગયેલ હોવાથી તરતજ એ મેણે સિધાવ્યા હતા.
કુટુંબમાં ઉક્ત પ્રકારે વડિલ તરિકે ચક્રી ભરતેશ્વર રહ્યા હતા. કચ્છ મહાકચ્છના પુત્ર નમિ વિનમિને, પ્રભુ પ્રત્યેની તેમની અડગ ભકિતથી પ્રસન્ન થઈ, નાગકુમાર ધરણેકે વૈતાઢય પર્વત પર ૧૧૦ નગર વસાવી આપ્યા બાદ, કેટલીક વિવાઓ પણ શિખવાડી હતી. ત્યારથી જ વિદ્યાધર વંશનાં બી પાયાં હતાં.
રાજપિંડ હોવાથી ભરતરાજના ઘરને આહાર પ્રભુશ્રીને તે - અસ્વીકાર્યું હતું. એટલે રાજાને માટે સુપાત્ર દાનનાં દ્વાર બંધ જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com