________________
કર]
વર–પ્રવાસન
જ આવી ગયા. લૌકિક કરતાં લેકર કાર્યનું મહત્વ વધુ સમજાયું અને “રીઝવ એક સાંઈ, લેકતે વાત કરેરી” એવી અગ્રતાથી પ્રભુજી તરફ પગલા માંડ્યા.
કેવો દિવ્ય પ્રસંગ ? બાર પર્ષદા મળી છે. ત્રિગઢ મળે તેજથી ઝળહળ થઈ રહેલા, અશોક વૃક્ષથી અલંકૃત બનેલા સિંહાસન પર ત્રિલોકનાથ વિરાજ્યા છે. ચતુર્વિધ સંઘની સ્થાપના કરી રહ્યા છે. અનુજ્ઞા આપ્યા બાદ દિવ્ય ચૂર્ણની વર્ષા વરસી રહી છે. આજે એના સ્વપ્ના લાવવા રહ્યા ! એ યુગનું આવ્યું ધન્ય છે. પૌરષીય બે પ્રહર) વીતી જતાં અનગારીને આગારીના કાર્યો ભિન્ન દિશામાં શરૂ થયા. પ્રભુશ્રીએ પૃથ્વીતલ પર અદન કરી “શાસનને વિજયે વાવટા ફરકાવ્યો” ભરતજીએ માગધ, વરદામ, અને પ્રભાસ સાધીને વૈતાઢયનો માર્ગ લીધે. તમિસ્ત્રા’ ગુફાને ઓળંગી, કિરાત વૃંદ પર સ્વામીત્વ સ્થાપ્યું. “ખંડ પ્રપાતાના માર્ગે નિકળી નવનિધિ પ્રાપ્ત કર્યા અને એ રીતે સાઠહજાર વર્ષે ભારત ખંડની પ્રદક્ષિણા કરી અયોધ્યા (વિનિતા) માં પગ મે. પણ ચક્ર રત્ન તે રૂસણ લીધું. ચકીત્વની સાધના અધુરી ભાસી. નવાણુ ભ્રાતાને રાજ્ય સ્મૃતિપટમાં રમ્યા. પુનઃ નિશાન ફરકયા. પિતુ રાજ્ય પર ચક્રીની માલિકી તે વૃષભ પુત્રોથી કેમ સહી જાય! અઠ્ઠાણુત કમર કસી નિકળી પડયા પિતાજીની સલાહ લેવા. સંસારને તૃણ ગણનાર પરમ ભેગી તે લડવાની સલાહ આપવાના હતા?” એમણે વૈરાગ્ય રંગી અમૃત પાયા. શસ્ત્રો ફેંકી દઈ એ સર્વે ત્યાગી બન્યા. ઉત્કટ વીર્યને કર્માશ્રવ કરતું રોકી “સંવર'ના પંથમાં ફેરવ્યું. રાજ્ય લક્ષ્મીને ટક્કર મારે તેવી કૈવલ્યશ્રીને પ્રાપ્ત કરી.
પણ એક હજુ બાકી રહ્યો. એનું નામ બાહુબલિ. ગુણમાં પણ નામ પ્રમાણે તક્ષશિલાને સ્વામી, બહલિદેશને માલિક, પ્રજાનો માનીતે પાલક, કોઈનું પણ આધિપત્ય ન સ્વીકારે ત્યાં ભારતનું કેવું! સાથે રમેલા ને કેટલીયે વાર ભરતજીને હરાવેલા! દૂતને સંદેશ શ્રવણ કરતાં જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com