________________
૩૨]
વીર-પ્રવચન આપણું નથી. તેઓ કિંમતી તેમજ રંગીન વસ્ત્રો પણ લઈ શકે છે. પ્રથમ ચરમને કાનુન પાંચ ભરત તેમજ પાંચ ઐરવ્રતને બંધન કર્તા છે, જ્યારે બાવીશ છનના મુનિ જેવું વર્તન પાંચ મહાવિદેહમાં વિચરતા સાધુ સમુદાય માટે છે. અઢીદીપ બહાર સાધુ જીવન શક્ય નથી. વિદ્યાધર: શ્રેણીમાંના કેટલાક વિદ્યાચારણ કે અંધાચારણ મુનિઓ સ્વશક્તિના પ્રભાવે નંદીશ્વરદીપ સુધી તીર્થયાત્રા નિમિત્તે જઈ શકે છે, છતાં તે સર્વની ચર્યા કે ગમનાગમનઆદિનું કાર્ય તિયંગ લેક પુરતું જ છે. - સાધુ જીવનના આશયે ઉપર જ સાધ્વી જીવન ઘડાયેલું છે. પંચ મહાવ્રતરૂપ પ્રતિજ્ઞાઓનું પાલન આદિ સર્વ નિયમની સમાનતા ત્યાં પણ છે; વિશેષતા એટલી જ કે સાધ્વીજીવનમાં મોટું પદ માત્ર પ્રવતિનીનું છે અને ચિરકાળ દીક્ષિત સાધ્વી પણ નવી દીક્ષા લીધેલ સાધુને વંદન કરે છે. આનું કારણ ધર્મમાં પુરૂષ પ્રધાનતા છે તેજ છે. વળી સાધુ-સાધ્વીના વાસ માટે જૂદા જૂદા ઉપાયો છે. ઉભયમાં ધર્મ શ્રવણ નિમિત્ત કે કંઈ શંકાના નિવારણ કાર્ય સિવાય જરાં પણ મળવા કે સાથે રહેવાપણું નથી. બ્રહ્મચર્યને જરા પણ ડાઘ લાગે તેવું વર્તન કે આચરણ જૈનધર્મમાં લેશ માત્ર સંભવે તેમ નથી. અન્ય બાબતમાં એને અનેકાંતવાદ પણ શિયળ પાલનના કાર્યમાં એકાંત સૂચક છે. શીળને દૂષિત કરનારી ખલનાને જરા માત્ર ત્યાં સ્થાન નથી.
અન્ય દર્શન કે પંથના સાધુઓથી જૈનધર્મના સાધુ સાધ્વીનું જીવન ઘણીખરી બાબતમાં ચઢીયાતું હોઈ પાલનમાં અતિ કડક છે તેથી જ તેની પવિત્રતા અને પુણ્યશ્લેક્તા અદ્વિતીય છે.
ઉક્ત સાધુ-સાધ્વીઓને તપ રૂ૫ જળથી જ સ્નાન કરવાનું હોવાથી દ્રવ્ય જલનું સ્નાન તેમને માટે નિષેધ છે, તેવી જ રીતે કેશલેચ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com