________________
વીર-પ્રવચન
[ ૩૨૧
તપનું સ્વરૂપ વિચારતાં સહજ સમજાય તેમ છે કે માત્ર આહાર ત્યાગ કરવાથી કે અમુક વખત આહાર ન વાપરવાથી તપની પૂર્ણાંકૃતિ નથી થઈ જતી આહારત્યાગ દ્વારા ઇન્દ્રિયાની ચંચળતા અટકાવી, ખારાકજન્ય પ્રમાથી થતી શિથિલતા ટાળી, આત્માને પરમાત્માએ દર્શાવેલ અનુપમ આગમ-શ્રવણુમાં, સ્વાધ્યાયમાં અથવા તેા ધ્યાન કે આત્મચિંતનમાં તદ્રુપ બનાવવાના છે. એવી રીતે જ્ઞાનમાં ઉંડા ઉતરી, ક્રમશઃ વિરતિ યાને ત્યાગવૃત્તિ કેળવી આર’ભાદિ પરિગ્રહનું મમત્વ મૂકાવવાનુ છે અને એ રીતે આત્માના મૂળ ગુણનું ભાન કરાવવાનું છે—નિસગાદિ ગુણાની ખીલવણી કરવાની છે. આમ તપમાં અચિંત્ય શકિત છુપાયેલી છે, તેથી તેા કહ્યું છે કે સર્વે તપા સાધ્યમ તો હૈ દુતિમમ્। તપના પર્વ સાથે સબંધ ગાઢતર હાવાથી પ સંબધી સ્વરૂપ વિચારતાં તપ સંબંધી પણ આટલી વિચારણા કરી છે.
આર્ અગા અને દ્વાદશાંગી
પરમાત્મા મહાવીર દેવે જે જે વસ્તુ સ્વરૂપ કહ્યું તે ઉપરથી ગણધર મહારાજાઓએ સૂત્ર રચના કરી. એનું નામ જ અંગ. વિદ્યમાન અંગાની ગુણી મુખ્ય શિષ્ય જ મુસ્વામીને ઉદ્દેશીને ભગવત મહાવીરના પાંચમા ગણધર શ્રી સુધર્મા સ્વામીએ કરેલી છે. એમાં ક્રમ એવા નિયત કર્યા છે કે ભગવાન મહાવીરદેવને શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે અને પ્રભુશ્રી તેના ઉત્તર આપે છે. આ તા રચના સબંધી વાત થઇ, પણ એ સ` પુસ્તકા તે પ્રભુના નિર્વાણ બાદ ૯૮૦ વા ૯૯૩ વર્ષોં થયાં અને તે વેળા સ્મરણશક્તિ અનુસાર આચાયોએ એકત્ર મળી સ લખી લીધુ. એમાં શ્રી દેવઢ્ઢીગણુિએ તેમજ શ્રૌ કલિાચાર્યે મુખ્ય ભાગ ભજવ્યો છે. પ્રથમ સૂરિજીએ વલ્લભીપુરમાં અને પાછળનાએ મથુરામાં અન્ય વિદ્વાન સૂરિપુંગવાની સ્હાયથી એ કાર્યાં પાર ઉતાર્યું. તેથી જ વલ્લભી વાચના અને માથુરી વાચના એવા એ ભેદ ગણાય છે. આ
ર૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com