________________
વીર–પ્રવચન
[ ૩૧૫
છે. અગ્નિમાં કાષ્ઠ બાળવા, ધુળ ઉરાડવી, ફાગ કે અપશબ્દભરી વાણી ઉચ્ચારવી અને યથેચ્છ વિહાર કે કુચેષ્ટા કરવી એ જૈનધર્માંતે મંજુર નથી. સમજી વ્યક્તિ એવી પર્વ ઉજવણીમાં પ્રમાદ ન જ માને. વસ્તુતઃ દહન તેા કતુ કરવાનુ છે, જે તપાદિ કરણીના પાલનમાં જ સભવે છે.
૧૧. શ્રી મહાવીર જય ́તિ (ચૈત્ર શુ. ૧૩) વમાન જૈન શાસનને પ્રવર્તાવનાર ચરમ જિનપતિ શ્રી મહાવીર દેવને એ જન્મદિન છે. આમ તીની દૃષ્ટિએ મૂળપુરુષ ગણાતા અને તીથ કરેાની ગણત્રીએ છેલ્લા મનાતા તીર્થપતિ શ્રી મહાવીરસ્વામીનું જન્મકલ્યાણક વિવિધ પ્રકારે ઉજવવું એ પ્રત્યેક જૈનનું આવશ્યક કાર્યાં છે. કાઈ એ દહાડે તપાનુષ્ઠાન કરે તે માટે મનાઈ ન જ હોય છતાં આ પર્વ આનંદઉલ્લાસનું ગણાય. એ દિને પૂજા-સરધસ–વરઘેાડા અને ભાષણ કે વ્યાખ્યાનાદ્વારા પ્રભુશ્રીના ઉપદેશ તેમાં જ નહિ ણુ જૈનેતરામાં પણ સારી રીતે પ્રચારી શકાય એવા માર્ગ ચેાજાય છે અને હજુ વિશેષ યે।જાવાની આવશ્યકતા છે. પ્રભુશ્રીની અહિંસા, સત્ય અને અનેકાંત શૈલી સંબંધી જેટલું જ્ઞાન વધારે વિસ્તારવામાં આવે એટલી હૈદે વિશ્વ પર શાંતિનું સામ્રાજ્ય વધે એ નિઃસન્દેહ વાત હેાવાથી ‘વિ જીવ કરું શાસનરસી ' એવી ઉદાર ભાવનાથી આ દિવસનું માહાત્મ્ય સાર્વજનિક કરવા યત્ન સેવવા ઘટે.
૧૨. ચૈત્રી પૂર્ણિમા (ચૈત્ર સુદ ૧૫). કાતિ`ફીની માફકજ આ દિનનું માહાત્મ્ય પણ ખાસ કરી શ્રી શત્રુજય યાને શાશ્વત તીર્થ સહ. જોડાયલું છે. એ પુન્ય અવસરે શ્રી યુગાદિ જિનના પ્રથમ ગણધર પુંડરીકજી ઊર્ફે રૂષભસેન શત્રુંજયની શીતળ છાયામાં કર્યાંથી કાયમને સારુ મુકત થયા. એ સાથે સખ્યાબંધ આત્માઓએ સ્વકલ્યાણ સાધ્યું. પાલીતાણામાં ઉક્ત દિને ખાસ કરી યાત્રાળુએ મેાટી સખ્યામાં એકઠા થાય છે ને દાદાના દરબારમાં રથયાત્રાબ્દિ મહેાત્સવપૂર્વક પૂજા ભણાવી, તપકરણીપૂર્ણાંક આત્મકલ્યાણમાં દિવસ વ્યતીત કરે છે. અન્ય સ્થળામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com