________________
૩૨ ]
વીર-પ્રવચન
==
સમજી શકાય છે. નાશિક જેવું એટલા માટે છે કે ત્યાં પગ મૂકતાં જ પંડયાએ ચોપડાના પિટલા સાથે હાજર થઈ જઈ પેઢીઓની પેઢીઓના ઇતિહાસ ઉકેલી તો અમુકના યજમાન છો, એ વાત સાબિત કરી તમારા પર એમને ગેર તરિકેને લાગે પૂરવાર કરે છે અને ત્યારથી તમે જ્યાં લગી ત્યાં રહે ત્યાં સુધી તમારી સાથે હાજર રહે છે. તેમને જીવનનિર્વાહ આ વ્યવસાય પર જ અવલબેલે છે. શ્રી કેશરીયાજી તરિકે આ ઋષભદેવ વધુ ખ્યાતિ પામ્યા તેનું કારણ તે એ છે કે રોજ તેમનાં બિંબ પર ચડાવવામાં આવતાં કેશરને કંઈ સુમાર નથી. વળી બીજી અદ્દભુતતા એ છે કે તેઓ મૂળ ચક્ષુએ વિરાજિત છે. તેમના પર, બીજી મૂર્તિઓ પર ચઢાવાય છે તેવાં ચક્ષુઓ ચઢાવી શકાતા નથી. વીસમી સદીમાં આ જાગતા દેવ છે. એમના પરચા યાને ચમત્કાર સંખ્યાબંધ મનુષ્યોને થયા છે એટલું જ નહિ પણ દૈનિક છાપાઓમાં એ વર્ણવાયેલા છે. ભીલ જેવી અભણ અને જંગલી કેમ પણ એ બાબા (કાળિયા બાબા) ના નામે પ્રામાણિક બની રહે છે. મારવાડી સમાજ તે કેશરચંદનની પૂજા ઉપરાંત પ્રભુ પર ગુલાલ છાંટે છે. આમ શ્રી કેશરીયા દાદા સાચે જ સૌ કેમના દાદા છે. મૂળનાયકના મંદિરને ફરતી દહેરીઓ છે અને તે દરેકમાં શ્વેતાંબરી મૂતિઓ શોભી રહેલ છે. એક દેવાલયમાં તે સહસ્ત્રફણા પાર્શ્વનાથની અતિ મનોહર પ્રતિમા આવેલી છે કે જેના દર્શનથી આહલાદ્દ પ્રગટે છે. એના જેવી આકૃતિ ભાગ્યે જ અન્ય સ્થળે દષ્ટિગોચર થાય છે. ધુલેવા ગામ બહુ મોટું નથી છતાં યાત્રાળુઓને જોઈતી સામગ્રી અહીં પ્રાપ્ત થઈ શકે છે. ગામ બહાર પહાડની નજીકમાં જ્યાંથી આ પ્રતિમાજી પ્રગટ થયાં હતાં તે જગ્યા તેમજ બીજી દહેરીઓ આવેલી છે. એકંદરે આ સ્થાન પણ રમ્ય લાગે છે.
(૭) શ્રી તારગાજી–મહેસાણાથી ખેરાળુ તરફ જતી ટ્રેનમાં બેસી આ તીર્થે જઈ શકાય છે તારંગા હીલ સ્ટેશને ઉતરતાં નજીકમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com