________________
ભુમિકા
વીર-પ્રવચન નામા એ ગ્રંથને પ્રસ્તાવનાની અગત્યતા નથી, કેમકે એમાં સંગ્રહ કરવામાં આવેલા વિષયે જૈન ધર્મ સંબધી વિદ્વાન પૂર્વાચાર્યો તેમજ પ્રસિદ્ધ લેખકેએ જે જે ગ્રંથે લખેલા છે તેમાંથી વાંચન અને અભ્યાસ દ્વારા એકઠા કરવામાં આવેલાં છે. લેખકને પ્રયાસ તે કેવળ શબ્દ-ગુંથણું રુપ છે. આ જાતનું પુસ્તક તૈયાર કરવામાં જે નિમિત્ત ભૂત છે તે સંબંધી બે શબ્દ ઉલ્લેખનીય છે.
મારા સદ્દગત વડિલ બંધુ શ્રી કસ્તુરચંદ, જેન ધર્મના ઉમદા સંસ્કારથી અલંકૃત હોઈ પ્રતિદિન સામાયિક કરવાના નિયમ વાળા હતા. આમતે અમારા કુટુંબમાં ધર્મ સંસ્કારને સુગ હતું જ અને છે. ખંભાતમાં ભાજી ચોસીના નામથી ખ્યાતિ પામેલા કુટુંબમાં તેમના પુત્ર શ્રી ડાહ્યાભાઈ અને તેમના પાંચ પુત્રોમાંના શ્રી દીપચંદભાઈને ત્યાં અમારે ઉભયને જન્મ. માતાનું નામ પ્રેમબાઈ કુટુંબમાં બે પુત્ર અને ચાર પુત્રીઓ મૂકી પ્રેમબાઈ ગુજરી ગયેલ, એ છ ભાંડુઓમાંના ત્રણ મેટેરાં શ્રી કસ્તુરચંદ, ચંચળબેન તેમજ મંગળબેન, સૃષ્ટિ પટ પરથી કેટલાક સમયપૂર્વે સિધાવી ગયા છે. જે રહ્યાં છે એમાં લેખક, તેમજ ખીમીબેન અને ઈચ્છાબેન રૂપ ભગિની યુગલ છે. આમ છતાં પૂર્વની પુણ્યાને લઈ મરનાર તેમજ મેજીદના બાળબચ્ચાઓ મળી આજે પણ પિતાશ્રી દીપચંદભાઇનું કુટુંબ ભર્યું લાગે છે. આટલી સામાન્ય વિગત પછી, મુળ વત પર આવતાં જણાવવું જોઈએ કે શ્રી કસ્તુરચંદભાઈના જીવનમાં જે સાહસિક્તા હતી તે પ્રશંસનીય હતી. ખંભાતમાં તેમને જૈન સુબાધક સંગીત મંડળી ઉભી કરેલી અને એ દ્વારા કેટલાયે વર્ષો સુધી રાત્રિ - ભાવનાઓમાં સક્રિય ભાગ લીધેલ. પાછળથી મુંબઈ વસવાટ હતાં અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com