________________
૨૬૨ ]
વીર-~વચન
પુરૂષોએ સરખાવેલ છે તે બરાબર હેતુ પુરસ્સર છે. એને વેગ ચઢતાં દેહ અકથ્ય કષ્ટ અનુભવે છે. એ વેળા ઇતર પ્રવૃતિમાં રતિ ઉપજતી નથી. એ દુઃખ આગળ દાઉજવર તે કંઇજ નથી. તેથીજ નિતિકારોને કહેવું પડયું છે કે “ ને વિના મનુષ્ય ગ્રહસ્થ માટે પોતાની ભાયંસહ વિષયની છુટ એને અર્થ એ તે નથી જ કે મરજી માફક વિહરવું. આ વ્રતમાં પણ તિથિ આદિને વિવેક જાળવવાની છે. એમાં અતિશય તીવ્ર અભિલાષા ધરવાને નથી અને પરસ્ત્રીને માબહેન તુલ્ય સમજવાની છે. અભ્યાસથી આ શક્ય છે. સંસારસ્થ આત્માની એ દ્વારા કસોટી થાય છે. અતિચાર-(૧) અપરિ ગૃહિતાગમન–કેઈએ પણ જેનું ગ્રહણ કર્યું નથી તેવી વિવાહ વિનાની કુમારિકા અથવા જેને પતિ પંચત્વ પામે છે. એવી વિધવા હેય તેની સાથે ગમન કરવું. (૨) ઇવર ગૃહિતાગમન–અમુક દિવસ સુધી કેઈએ વેશ્યા પ્રમુખને રાખેલ છે તેની સાથે ગમન કરવું. નેટ– આ અતિચારે “પરસ્ત્રી ત્યાગ'ના નિયમવાળાને માટે જ છે. બાકી વદારા સંતોષીને તે તે ચોકખા વ્રત ભંગરૂપ છે તેથી અનાચાર છે. (૩) અનંગક્રિડા-ત્રીઓનાં અંગોપાંગ વિષય દ્રષ્ટિથી જેવાં તથા કામચેષ્ટા કરવી. (૪) પવિવાહ કરાવવા તેમજ પુનર્લગ્ન (નાતરા) કરાવવાં. (૫) તીવ્ર અભિલાષપણું-વિષય ભોગવવામાં અતિશય ઇચ્છા કરવી.
(૫) સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રત–પરિગ્રહ કહેતાં રાચરચીલું, ધાન્ય, સુવર્ણ આદિ નવ પ્રકારને. જેટલી પરિગ્રહની વૃદ્ધિ એટલી સંસાર વૃદ્ધિ યાને કર્મ સમુહની વિશેષતા તેથી તે કહેવામાં આવ્યું છે કે જે જે અંશે રે નિરૂપાધિકપણું, તે તે જાણે રે ધર્મ” સંસારસ્થ જીવો આરંભ સમારંભના સાધનોથી સર્વથા પરમૂખ ન થઈ શકે; છતાં એ વસ્તુઓ પર મમત્વ ન રાખવું, કારણ કે પરિવા કુ' અર્થાત મુછ અને વાસના એનું નામ જ પરિગ્રહ છે. જેમ બને તેમ ઓછા સાધનથી ચલાવી લેવાની વૃત્તિ કેળવવી એ સાધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com