________________
૨૫૮ ]
વીર–પ્રવચન
૩ સંપમાં પણ બે પ્રકાર સાપરાધી અને નિરપરાધી. અપરાધ યા ગુન્હા કરનાર જીવા પ્રત્યે શ્રાવકની ધ્યા ભાગ્યે જ ટકી શકે તેથી નિરપરાધીથી નિવૃત્તિ ગણતાં પાંચમાંથી અઢી રહે.
૪ નિરપરાધીમાં પણ એ ભાંગા નિરપેક્ષ યાને અપેક્ષા કે હેતુ વગર અને સાપેક્ષ યાને કારણ સહિત. ગ્રહસ્થ નિરપેક્ષથી જ દયા પાળી શકે પણ સાપેક્ષ વૃત્તિએ હિ ંસાનું સેવન કરવું પડે. દાખલા તરિકે પેટમાં કીડા પડયા હાય અને તેથી દવાનું સેવન કરવું પડે છે. આમ અહીં હતા તેમાંથી સવા રહે.
ગ્રહસ્થ જીવનનું... વ્રત પછી આ પ્રમાણે દેરી શકાય-શ્રાવક તરિક હું ત્રસ યાને સ્થુળ (સ્થાવર યાને સૂક્ષ્મની નહિં) જીવાની સંકલ્પથી નિરપરાધિની, નિરપેક્ષવૃત્તિએ. હિંસા કરૂં નહીં. ટુંકમા કહીએ તે નિરપરાધી ત્રસ જીવાને હણવાની બુદ્ધિએ હણુ નહીં. મન, વચન, અને કાયાથી. એવીજ રીતે કરાવું નહીં અને કરનારને વખાણું નહીં. આ અહિંસા વ્રતના પાલનમાં ખાસ ઉપયોગ રાખી વવાની જરૂર છે. સત્તતૂ મનમાં રમતું હેવું જોઇએ કે રખેને મારાથી રભસાત્ જીવ વધ ન થઇ જાય ' એ સારૂ ખાવા પીવાના સાધને ઉધાડા ન રાખવા. તેમજ વાપરવાની ચીજો કાળજી પૂર્વક જોઈ ને વાપરવી. રસાઇમાં વપરાતા બળતણુ ખાસ જોવા, ધાન્ય શેાધનમાં પુરતું લક્ષ દેવું અને વપરાશના ઠામ જોઈ પુંજીને મૂકવા. પાણીને ગળીને વાપરવું અને એંઠવાડ સૂકાઈ જાય તેવી રીતે છુટી જગામાં એકાદ ખૂણો જોઇ નાંખવા. વળી સુવાના ખાટલા, ખેસવાની ખુરસીએ, અને ઉપયેગમાં લેવાના ખીજા પણ સાધના સાફ તે સ્વચ્છ રાખવા કે જેથી તેમાં માંકડ વી. જીવેાની ઉત્પત્તિ ન થઇ જાય. થી. તેલ આદિ પ્રવાહી પદાર્થોના વાસણ ઢાંકવાની અવશ્ય કાળજી રાખવી કે જેથી કીડી, ધરાળી, માંખી પ્રમુખ જીવે તેમાં પડી શકે નહીં. આવી જ રીતે સ્નાન કરવાની જગા-ખારાકમાં લેવાતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com