________________
૨૫૪]
વીર-પ્રવચન
તરફ માધ્યસ્થવૃત્તિ અથવાતે ઉપેક્ષાભાવ રૂપ ચાર ભાવના હે દેવ હંમેશાં મારા આત્મામાં જાગ્રત રહે. સંસારરત આત્મા જેમ જેમ આ ભાવનાઓનું પાલન કરતે આગળ વધે છે તેમ તેમ મલિનભાવકલુષિતવૃત્તિ, અન્ય ધમી પ્રત્યેનું વમન્ચ અને પાપાચારસેવાઓ તરફને તિરસ્કાર આપોઆપ ક્ષય થવા માંડે છે. આ ચાર ભાવના બારવ્રત ગ્રહણ કરતાં પૂર્વે ભૂમિકા તૈયાર કરવાનું કાર્ય કરે છે.
વ્રતધારીપણું એ શ્રાદ્ધધર્મનું મુખ્ય અંગ છે. બારવ્રતનું પાલન એ સંસારવાસી જીવો માટે આવશ્યકધર્મ છે. કેટલાક એને પ્રચંડ પહાડ સમ માની વિચારવા કે ગ્રહણ કરવા તત્પર થતાજ નથી. કાઈક તે માની લે છે કે સંસારમાં રહી વ્યવહારીપણું જાળવવું હોય તે વ્રત ગ્રહણ બની શકે જ નહીં; પણ આ સર્વ ઊંડા વિચાર વગરનું ઉપચોટીયાપણું જ છે. શાષકના બારવ્રત એટલે એક રીતે કહીયે તે ગ્રહસ્થ જીવનને જરાપણુ ગુંચવણ ન આવે એવી રીતે સંકળાયેલ સામાન્ય નિયમો વડે અથવા તો સંયમની આકરી કસેટીએ ચઢયા સિવાય યાતે સર્વવિરતિના પારાવાર ઉપસર્ગો સહ્યા વિના આત્મિક ધ્યેય તરફ લઈ જનારી નિસરણી. શ્રાવકે તેમજ શ્રાવીકાઓ પિનાના સંગ પ્રમાણે ઘટતી છુટ રાખી એને સ્વીકાર કરી શકે છે. બાકી એ વગર ચલાવી લેવું કિંવા નામ સાંભળી દૂર ભાગવું એ જૈનત્વની નિશાની નથી જ. ક્રિયામાં ઉતર્યા સિવાય મુક્તિ લભ્ય નથી જ. બારવ્રત યાને શ્રાદ્ધધર્મ.
સમ્યકત્વ યાને સમક્તિ એ જૈનદર્શનનો પાયો છે. દરેક ક્રિયા સમક્તિ યુક્ત હોય તે જ યથાર્થ ફળને દેવાવાળી છે. મજબુત પાયા ઉપર જેમ મેટો આવાસ ગણાવી શકાય છે તેમ સમક્તિ રૂપ પાયો દઢ કર્યા બાદ તે ઉપર બારવ્રત રૂ૫ ઉચે અને વિશાળ પ્રાસાદ ઉભો કરી શકાય છે. એ સમકિત તે શી વસ્તુ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com