SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ૨પર 3 વીર-પ્રવચન વસ્તુઓ પ્રત્યે નિરસતા ધારણ કરે છે અને આત્મિક કલ્યાણમાંજ રાચે છે તે બ્રાહ્ય–જગતમાં કોઈપણ જીવ જોડે શત્રુવિ ધરતે નથી; * પણ કર્મરૂપ અત્યંતર દોષોનેજ દુશ્મન રૂપે જુએ છે તેને ઉકત પાંત્રીશ ગુણે કર્મ પર જ્ય પ્રાપ્ત કરવામાં તીક્ષ્ણ હથિયારની ગરજ સારે છે. પ્રભુશ્રીના ધર્મથી વંચિત રહેલા આત્માઓ પણ માત્ર લોક-વ્યવહારના ધોરણે ઉકત નિયમ પાળે તે પછી જૈનધર્મ માટે તે આવશ્યક હેય તેમાં શી નવાઈ ! વળી એનું ક્રમશઃ સમજણ યુક્ત પાલન એ પરંપરાએ મુક્તિનું કારણ બને છે માટે પણ સ્વરૂપ પ્રાપ્તિમાં યાને પૂર્ણતા સિદ્ધ કરવામાં એ કરણી પ્રથમ પગથીઆ તુલ્ય છે. એકવીસ ગુણ શ્રાવકપણું ત્યારે જ ઉચિત છે કે જ્યારે નિમ્ન લિખિત ગુણ યુક્ત જીવન જીવાતું હેય. શ્રાવકત્વની કિંમત આંકવાને આધાર જન્મ પામવાના કુળ વંશ પરંપરા કરતાં આ ગુણ પર જ વધુ અવલંબે છે. પ્રત્યેક શ્રાવક સંતાનમાં એ ગુણો ન્યૂનાધિક અંશે પણ અવશ્ય દ્રષ્ટિગોચર થવા જ જોઈએ. માત્ર શ્રાવક નામ ધરવાથી કંઈજ સરતું નથી. (૧) અક્ષદ્ર=હલકી વૃત્તિને અભાવ (૨) રૂપવાન=ચહેરાની સુંદર આકૃતિ. (૩) સૌમ્ય પ્રકૃતિવાળો શાંત સ્વભાવી. (૪) લેકપ્રિય જનતાને સ્નેહ પ્રાપ્ત કરનાર. (૫) અકુર=જેના મનમાં ઘાતકી વિચાર નથી. (૬) પાપ ભીરૂ=બેટા કર્મોથી ડરનાર. (૭) અશઠ લુચ્ચાઈને ત્યાગી. (૮) દક્ષિણ્યતા વાળો=આંખમાં શરમ ધરનાર. (૯) સુજ્ઞ સમજદાર, (૧૦) લજ્જાળુ=મોટા નાનાની મર્યાદા રાખનાર. (૧૧) દયાળુ કરૂણા તત્પર. (૧૨) મધ્યસ્થ સૌમ્ય દ્રષ્ટિ (૧૩) ગુણરાગી-ગુણનું બહુમાન કરનાર. (૧૪) સુપક્ષ યુક્તસ્રારા પરિવાર વિહિત (૧૫) દીર્ઘદ્રષ્ટિ લાંબી નજર પહોંચાડી કામ કરનાર (૧૬) વિશેષજ્ઞ સારાસારને જાણનાર (1) -વૃધ્ધાનુગામી=જ્ઞાન યા અનુભવ વૃદ્ધના વચનને પ્રામાણ્ય કર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034655
Book TitleVeer Pravachan
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJainacharya Atmanand Janma Shatabdi Smarak Trust Board
Publication Year1939
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy