________________
૨૫૦]
વીર–પ્રવચન દેહ, મિત્રદ્રોહ, વિશ્વાસઘાત, ચેરી, થાપણ ઓળવવી વિગેરે નિંદવા લાયક કાર્યો કરી દ્રવ્ય પ્રાપ્ત કરવું નહી. ૨. શિષ્ટાચાર પ્રશંસા-ઉત્તમ પુરૂષોના આચરણ (કાર્ય) નાં વખાણ કરવાં ૩. સરખાકુળાચારવાળા એવા અન્ય ગોત્રી સાથે વિવાહ સબંધ જોડવો. ૪. પાપ ભરૂ–પા૫ના કામોથી ડરવું. ૫. પ્રસિદ્ધ દેશાચાર પ્રમાણે વર્તવું. ૬. કોઈને પણ અને ખાસ કરી રાજા પ્રમુખને અવર્ણવાદ (નિદા) ન બોલો. ૭. જે ઘરમાં પેસવા નીકળવાના અનેક રસ્તા ન હોય, અને જે ઘર અતિ ગુપ્ત કે અતિ પ્રગટ પણ ન હોય, અને જ્યાં પાડોશી સારા હોય તેવા ઘરમાં વસવું. ૮. સારા આચરણવાળા પુરૂષની સબત કરવી. ૯. માતા પિતાને પૂજક એટલે તેમને સર્વ પ્રકારે વિનય સાચવી પ્રસન્ન રાખનાર. ૧૪ ઉપદ્રવવાળા સ્થાનકને ત્યાગ કરવો એટલે લડાઈ, દુષ્કાળ પિડિત સ્થાન છોડવા. ૧૧. નિંદિત કામમાં ન પ્રવર્તવું અર્થાત નિંદવા લાયક કામ ન કરવાં. ૧૨. આવક પ્રમાણે ખરચ ચલાવ. ૧૩. ધનને અનુસરતે વેષ રાખવો એટલે પેદાશ પ્રમાણે પિશાક. ૧૪. બુદ્ધિના આઠ પ્રકારનું પાલન કરવું, (૧) શાસ્ત્ર સાંભળવાની ઈચ્છા, (૨) શાસ્ત્ર શ્રવણ, (૩) અર્થ અવધારણ, (૪) સ્મૃતિ, (૫) હ યાને તર્ક કરે, (૬)
અપહ યાને વિશેષ જ્ઞાન, (૭) ઉહાપોહપૂર્વક સદેહવર્જન (૮) તત્વજ્ઞાનને નિયમ કર. ૧૫ પ્રતિદિન ધર્મ સાંભળ યા બુદ્ધિ નિર્મળ કરવા ધાર્મિક વાંચન કરવું. ૧૬. અજીણે ભજનત્યાગી. પહેલું જમેલું પચી જાય ત્યાર પછી જ નવું ભોજન કરવું. ૧૭ સામ્ય ભેજી-ખરી ભુખ લાગે ત્યારેજ અને નહિ કે વારંવાર ખાવું. ૧૮. અન્ય અન્યના પ્રતિબંધ (ઘર્ષણ) વગર ધર્મ–અર્થ ને કામ રૂપ ત્રિવર્ગ સાધવા. ૧૯. અતિથિ તથા ગરિબીને અન્નાનાદિ આપવું. ૨૦ નિરંતર અભિનિવેષ રહિત એટલે પરને પરાભવ કરવાના આશય , રહિત અને અનિતિ આદર્યા સિવાય કાર્ય આરંભ કરવાપણું ૨૧. ગુણી પુરૂષને પક્ષપાત કરે અર્થાત તેમનું બહુમાન કરવું. ૨૨.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com