________________
વીર-પ્રવચન
[ ૨૪૭
ઘણા
વને ઉપવાસ કરી શકાય છે. એથી શક્તિ અનુસાર છઠ્ઠ, અક્રમ. આઠ, પંદર અને મહિનાના ઉપવાસ આદિ તેમજ આય બિલ, નીવી, એકાસન, એઆસન, પૌરસી, નૌકારશી પ્રમુખ પણ થઈ શકે છે. ઉપરાંત આહારપાણી લેવા સંબંધમાં વિવિધ પ્રકારના નિયમેા લઇ શકાય છે એ સર્વાંના સમાવેશ ખાદ્ય તપમાં થાય છે. તેના પ્રકાર આ પ્રમાણે–અનશન, ઉણાદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ, લીનતા, અભ્યંતર તપમાં પ્રાયશ્રિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય ( સઝાય ), ધ્યાન અને કાર્યાત્સ`, આમ બાર પ્રકારના તપ છે. શક્તિ અનુસાર પ્રતિદિન પચ્ચખાણ લેવાની જરૂર છે. અમુક કવલ જમવા અથવા તે। નવકારશી કરવી ઇત્યાદિક નિયમ તેા જધન્યથી હાવા ઘટે.
તુ
૬. દાન—પેાતાની શક્તિને ગાપચ્યા વિના પાત્ર જોઈને અન્ન વસ્ત્રાદિનું આપવું તે. આમ ગ્રહસ્થના છ આવશ્યક કાર્યમાં દાન અંતિમ છે; છતાં એનુ મહત્વ પણ અતિઘણું છે, પૂના પાંચે કાર્યોં ત્યારેજ દીપે છે કે જ્યારે છેલ્લા કાય પ્રતિ શ્રાવક ઉદારવૃત્તિવાળા હાય. સાતે ક્ષેત્રાની પુષ્ટિના આધાર શ્રાવક્ષેત્ર ઉપર છે એનુ કારણ પણ આ દાનધરેંજ છે. તેથી તેા દાન–શીયળ–તપ અને ભાવનારૂપ વિધ ધર્મમાં એને અગ્રપદ અપાયલું છે. દેવામાં આત્મિક ઉદારતા ખાસ આવશ્યક છે. ખીજા કાર્યોંમાં જે સાથ્ય ગ્રહસ્થ નથી દાખવી શકતા તે દાન દેવામાં દાખવી શકે છે, એ ઉમદાવૃત્તિના પ્રાબલ્યથી કેવળ સ્વનામ જ નહિં પણ આખી સમાજ અને સ્વધર્મને પણ તે ઉજ્વળ કરે છે. દ્રવ્ય સપાદન કરી માત્ર સગ્રહ કરી રાખવાની વૃત્તિ એતે કૃપતાસુચક હાઇ કેવળ લલ્ભીના દાસપણાની નિશાની છે. ખરૂ નાના • પેટવરામાં પુન્યવરા ' કરવામાં છે, અર્થાત્ ટુકડામાંથી ટુકડે આપવામાં છે. નહિ તા કિવ ડાહ્યાભાઇ ધોળશાજી સૂચવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com