SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨] વીર-પ્રવચન ટુંકમાં કહીયે તે પૂજનમાં પા કલાક ગાળો કે સવા કલાક ગાળે, એક પ્રતિમાની કરો કે એકવીશ બિંબની કરે, અલ્પ સાધતે હેય કે વિપુળ હેય પણ એ દરેક ક્રિયા યથાર્થ જ્ઞાનપૂર્વક ને આત્મલક્સમાંથી જરાપણ વિસ્મૃત થયા વિના કરવી ઘટે. ઉપર દ્રવ્ય પૂજા સબંધી વાત કરી હવે ભાવ પૂજાનો વિચાર કરીએ. “ભાવના ભવનાશિની' એ ઉક્તિ વ્યર્થ એ નથી જ. પ્રભુ મુખ સામે દષ્ટિનું સંધાન કરી જ આત્મા સ્તુતિના રહસ્યમાં ઉડે ઉતરે અથવા તે ધ્યાનારૂઢ બને તે ઘણો કર્મરૂપ કચરો સાફ કરી નાંખે છે. દ્રવ્ય કરતાં ભાવનું મહત્વ અતિ ઘણું છે. પ્રભુ સ્તુતિ કે સ્તવને રૂપે માત્ર એમના ગુણનું સ્મરણ કરવા પણું જ નથી પણ એવું આપણુમાં બની આવે એવી માંગણી સાથે જે શક્તિ પ્રભુએ ફેરવી તેવી જ શક્તિ આપણામાં સત્તાગત તો છે માત્ર એને આવિષ્કાર કરવાને છે એ સારૂ કૃતિ આલંબન ભૂત છે. સ્તવના માત્ર રાગપર માહિત બનવાનું નથી, તેમ ગમે તેમ બોલી જઈ ચૈત્યવંદન કરી નાંખ્યું એટલે ગંગા નાહ્યા એવું માનવાનું પણ નથી. સમજપૂર્વક અવગાહન કરતાં જ ભાવણિ વૃદ્ધિ પામે છે અને એ દ્વારા કોઈ સુઅવસરે આત્મામાં અપૂર્વ વિયૅલ્લાસ જાગ્રત થઈ જાય છે. એવી અનુપમ ઘડી વેળા અમૃતક્રિયાને યોગ સાંપડે છે. ત્યારેજ હજાર કલાકોમાં જે કાર્ય નિપજતું નથી તે અંતમુહૂર્તમાં સિદ્ધ થાય છે. માટે જ ભાવપૂજા શાંતિ અને ધીરજપૂર્વક કરવી જોઈએ. ચિત્તની એકાગ્રતા અને સર્વ ઈતર વિષયોથી પરોગમુખતા એ વેળા ખાસ જરૂરી છે. આ તે સામાન્ય વાત કરી. આ ઉપરાંત જીન મંદિરમાં પ્રવેશતાં પૂર્વે પાંચ અભિગમ ને ચોરાસી આશાતના વિષે તેમજ દશત્રિક અને દોષરહિત કરણી સબંધી ઘણું ઘણું જાણવાપણું છે. જે માટે “દેવવંદન ભાષ્ય” ને “જન ભક્તિ આદર્શ આદિ પુસ્તક વાંચવાની ભલામણ છે. (૨) ગુરૂસેવા–અહર્નિશ બનતાં લગી ગુરૂ યાને સાધુ મહારાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034655
Book TitleVeer Pravachan
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJainacharya Atmanand Janma Shatabdi Smarak Trust Board
Publication Year1939
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy