SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ વીર-પ્રવચન ( ૨૩ = (૧) બહિરાત્મ અવસ્થા (૨) અંતરાત્મ અવસ્થા અને (૩) પરમાત્મ અવસ્થા. પ્રથમ અવસ્થામાં આત્માનું વાસ્તવિક વિશુદ્ધ સ્પ અત્યંત ઢંકાયેલું હોય છે, જેને લીધે આત્મા મિથા અધ્યાસવશ પૌગલિક વિલાસને જ સર્વસ્વ માની લે છે અને તેની પ્રાપ્તિ માટે બધી શક્તિ ખચી નાંખે છે. બીજી અવસ્થામાં આત્માનું વાસ્તવિક સ્વરૂપ પૂર્ણ રીતે પ્રકટ, તો નથી થતું, પરંતુ તેના ઉપરનું આવરણ ગાઢ ન રહેતાં શિથિલ, શિથિલતર, શિથિલતમ થઈ જાય છે. તેને લીધે તેની દષ્ટિ પૌગલિક વિલાસો તરફથી હટી શુદ્ધ સ્વરૂપ તરફ લાગી જાય છે. તેની દષ્ટિમાં શરીર આદિની છતા કે નવીનતા એ પોતાની છતા કે નવીનતા નથી. આ બીજી અવસ્થા જ ત્રીજી અવસ્થાનું મજબૂત પગથિયું છે. ત્રીજી અવસ્થામાં આત્માનું વાસ્તવિક સ્વરૂપ પ્રકટ થઈ જાય છે; અર્થાત તેની ઉપરનાં ઘન આવરણે બિલકુલ નાશ પામી જાય છે, પહેલું બીજું અને ત્રીજુ ગુણસ્થાન બહિરાત્મ અવસ્થાનું દિગ્દર્શન છે. ચોથાથી બારમા સુધીનાં ગુણસ્થાનો એ અંતરાત્મ અવસ્થાનું દિગ્દર્શન છે અને તેરમા ચૌરમા ગુણસ્થાનમાં પરમાત્મ અવસ્થાનું દિગ્દર્શન છે. આત્માને સ્વભાવ જ્ઞાનમય છે એથી તે કોઈ પણ ગુણસ્થાનમાં કેમ ન હોય પરંતુ તે કદી ધ્યાનથી મુક્ત નથી જ રહી શક્ત, સામાન્ય રીતે ધ્યાનના શુભ અને અશુભ એ બે અને વિશેષ રીતે. આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ એ ચાર પ્રકાર શાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યા છે. ચારમાંથી પહેલા બે અશુભ અને પાછળના બે શુભ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034655
Book TitleVeer Pravachan
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJainacharya Atmanand Janma Shatabdi Smarak Trust Board
Publication Year1939
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy