________________
વીર-પ્રવચન
[ ૨૧૯
| (૨) બીજી એકાદ વસ્તુના ઉપલી અપેક્ષા ચતુષ્ટયાનુસાર અસ્તિત્વની દ્રષ્ટિએ પહેલી વસ્તુનું અસ્તિત્વ નથી એમ કહેવું તે બીજો પ્રકાર.
(૩) કોઈપણ વસ્તુને માટે બીજી બે વસ્તુના સાપેક્ષ ચતુષ્ટયાનુસાર અસ્તિત્વ કિવા ન્યત્વ કહેવું એ ત્રીજો પ્રકાર.
(૪) કોઈપણ વસ્તુની બાબતમાં અન્ય બે વસ્તુના આક્ષેપ ચતુષ્ટયાનુસાર એકદમ ઉત્તર આપવા અશકય હોવાથી અવકતવ્ય છે તે ચોથે પ્રકાર.
(૫) કોઈ વસ્તુને માટે બીજી બે વસ્તુઓની દ્રષ્ટિએ બેસવું અશક્ય, પણ એ વસ્તુની દ્રષ્ટિએ અતિ પક્ષે ઉત્તર આપે એ. પાંચમો પ્રકાર,
(૬) કોઈ વસ્તુને માટે બીજી બે વસ્તુઓની દ્રષ્ટિએ બેસવું છે અશક્ય, પણ એક વસ્તુની દ્રષ્ટિએ નાસ્તિપક્ષે ઉત્તર આપવો એ છો પ્રકાર.
(૭) કોઈપણ વસ્તુને માટે બીજી બે વસ્તુની દ્રષ્ટિએ એકી સાથે કહેવું અશક્ય, પણ અનુક્રમે અસ્તિનાસ્તિપણે ઉત્તર આપવો એ સાતમો પ્રકાર.
આ સાત પદ્ધતિ વડે તર્ક ચલાવ્યા પછી જે સાર નિકળે તે. ખરે છે એમ કહેવાનો હરકત નથી. એકંદરે સાપેક્ષાત્મક વિચાર કરવાની આ સર્વાંગિક પદ્ધતિ હોવાથી તે અત્યંત પરિણામકારક છે. એના પ્રશંસકમાં ડે. ભાંડારકર, મહાત્મા ગાંધીજી તેમજ કેટલાયે પાશ્ચાત્ય ને પૌવત્ય પંડિતના નામે છે. ઉપરની સાત પદ્ધત્તિને
ચાત’ શબ્દથી અંક્તિ કરવામાં આવતી હોવાથી એનું નામ સ્યાદ્વાદ પદ્ધત્તિ છે, વિધિ પ્રતિષેધાદિ કોઈપણ વિધાન સાત પ્રકારે ને અપેક્ષા ચતુષ્ટયસહ કરવું એજ આ પદ્ધતિનું રહસ્ય છે. સૃષ્ટિ, પ્રવાહની.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com