________________
વીર-પ્રવચન
[૨૧૧
--
-
કરનાર, આમ જુદા જુદા અર્થમાં આ એકાર્યવાચી શબ્દનો ઉપયોગ ન ગણતાં જૂદા જૂદ અર્થ રહે છે.
(૭) એવંભૂત નય-સમાનાર્થી શબ્દને એક ઊપયોગ ન ગણતાં પર્યાયભેદ માનવા ઊપરાંત આ નય તે શબ્દના મૂળ ધાતુના અર્થ પ્રમાણેની ક્રિયામાં પ્રવૃત્ત હેઈએ ત્યારે તે શબ્દ વાપરવાનું સમજાવનાર અભિપ્રાય છે. પૂજારી=પૂજા કરનાર; જ્યારે પૂજા કરતે હેય ત્યારે પૂજારી અને પછી તેને પૂજારી ન ગણવો. પુરંદર (%) જ્યારે દુશ્મનને જીતી તેના નગરને નાશ કરતા હોય ત્યારે જ તે પુરંદર; નહિ તે નહિ.
શબ્દ નય સમાનાર્થી શબ્દો એક અર્થમાં વાપરનાર અભિપ્રાયને; સમભિરૂઢ સમાનાર્થી શબ્દને તે શબ્દના ધાતુના અર્થ મુજબ ધર્મગ્રહણ કરનાર અભિપ્રાયને, અને એવંભૂત સમાનાર્થી શબ્દ તેના મૂળ ધાતુના અર્થ મુજબની ક્રિયા કરતા ધર્મ ગ્રહણ કરનાર અભિપ્રાય છે. આમાં શબ્દનય, શબ્દકોશ તથા વ્યાકરણ કર્તાઓને ઉપયોગી છે, જ્યારે સમરૂિઢ અને એવભૂતનય શબ્દના મૂળ ધાતુ ઉપરથી શબ્દ બનાવનારને ઉપયોગી છે.
નય તે સંપૂર્ણ સત્ય નથી, પણ અંશથી સત્ય છે, તેથી તે નથી પ્રમાણ કે નથી અપ્રમાણ. સાતે નય સર્વ વસ્તુને સંપૂર્ણતઃ વિચારનાર છે.
આ સાત નય ઉપરાંત સાન નય અને ક્રિયા નય પણ છે, અને તેને સમાવેશ ઉપરોક્ત સાતમાં નથી, કેમકે એ ઉભયને વિષય સંકુચિત છે. એને પણ વિચાર આધ્યાત્મિક વિકાસ અથે જૈન તત્વજ્ઞાનીઓએ કર્યો છે. જ્ઞાન નય મેક્ષ અંગે પિતાની પ્રધાનતા બતાવે છે અને ક્રિયા નય પિતાની તેવીજ પ્રધાનતા દર્શાવે છે. પણ તેમ થતાં તે ન્ય મટી નયાભાસ થઈ જાય છે, એટલે એકાદની પ્રધાનતા ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com