________________
૧૯૪]
વીર-પ્રવચન
ઈલાજ જ મહા દુ:ખરૂપ થઈ પડે છે. તેમના દુઃખના પ્રકારનું વર્ણન કેણ કરી શકે? વળી વિશેષમાં ભુખ તરસનું દુઃખ તેમને તીવ્ર હોય છે કેમકે ગમે તેટલું ખાવા છતાં તેમજ ગમે તેટલું પીવા છતાં પણ તેઓ ભુખ તરસને જ અનુભવ કરે છે અને તેમના હોઠ, કંઠ અને હાજરી હંમેશાં સુકાં અને ખાલી હોય છે, આ છોને વિર્ભાગજ્ઞાન હોય છે જે વડે આવતા દુઃખેના હેતુઓ જાણી શકે છે, પણ તે જાણીને તેઓ અતિ વૈરભાવ ધારણ કરી મહેમાંહે લડે છે. એટલી વિશેષતા છે કે મિથ્યાત્વી છે તે અરસપરસ દુઃખ આપે છે, જ્યારે સમક્તિવંત જીવો આવી પડતા દુઃખને સહન કરે છે પણ સામું દુઃખ ઉપજાવતા નથી. તેમનું આયુષ્ય અનુક્રમે ૧, ૩, ૭, ૧૦, ૧૭, ૨૨, અને ૩૩ સાગરોપમનું ઉત્કૃષ્ટથી હેાય છે; અને જાન્યથી અનુમે હજાર વર્ષ, ૧, ૩, ૯, ૧૦, ૧૭ અને ૨૨ સાગરોપમનું છે અસલી પ્રાણ પહેલી, ભુજ પરિસર્પ બીજી, પક્ષીઓ ત્રીજી, સિંહ ચેથી, ઉરપરિસર્પ પાંચમી, સ્ત્રી છઠ્ઠી અને મનુષ્ય તથા મત્સ્ય સાતમી નારક સુધી જઈ શકે છે, એટલે કે માત્ર તિર્યંચ અને મનુષ્ય જ નર્કમાં ઉત્પન્ન થાય છે. ભવ પરિસ્થિતિ રૂપે નારકજીવ પાછો મરીને મનુષ્ય તિર્યંચ થાય પણ તે નરક કે દેવ ભૂમિમાં ઉત્પન્ન ન જ થાય. પહેલી, બીજી અને ત્રીજી નરક ભૂમિમાંથી નીકળેલ કઈ જીવ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરી તિર્થંકર પણ થઈ શકે છે, ચોથીથી નિકળેલ કોઈ જીવ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરી મેક્ષ પણ મેળવી શકે છે, પાંચમીથી નિકળેલ નરભવ પામી માત્ર સંયમ ધર્મનું પાલન કરી શકે છે. છઠ્ઠીથી નિકળેલ નરભવ પામી દેશવિરતિપણું જ પામી શકે છે અને સાતમી વાળો તિયચપણું પામી સમક્તિ પામી શકે છે. અર્થાત ઉપર દર્શાવેલ મર્યાદાથી આગળ જઈ શક્તા નથી.
પહેલી નારકભૂમિને ઉપરનો ભાગ મળલોકને નીચેના ભાગ સાથે મળેલો છે, તેથી તેમાં દ્વિપ, સમુદ્ર, પર્વત, ગામ, નગર, સરોવર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com