________________
૧૯૨ ]
વીર–પ્રવચન પહેલે ભાગ ૧૬૦૦૦ એજનને છે કે જે રત્નજડેલ હેવાથી રત્ન પ્રચુર ખરકાંડ કહેવાય છે. તેની નીચે બીજો ભાગ ૮૪૦૦૦
જન પ્રમાણુ કાદવ યુક્ત હોવાથી પંક બહુલ કહેવાય છે અને છેલ્લે ભાગ ૮૦,૦૦૦ જન પ્રમાણ જળમય હોવાથી જળબહુળ કહેવાય છે. બાકીની છે નારક પૃથ્વીના કાંડ કે ભાગ નથી ત્યાં સર્વ જમીન ઉપર, કહ્યા મુજબ સર્વત્ર સરખી છે.
પ્રથમ છ નારક ભૂમિમાંથી દરેકના ઉપર અને નીચે હજાર જન લેખે ૨૦૦૦ યજન બાદ કરતાં બાકીને ભાગ રહે તેમાં તે તે પ્રકારના છ વસે છે, સાતમી નારક ભૂમિમાંથી ઉપર નીચેના થઈ ૧૦૫૦૦૦ એજન બાદ કરતાં બાકીના ભાગમાં છવાને વાસ. છે. દરેક નરક ભૂમિમાં અનુક્રમે ૧૩, ૧૧, ૯, ૭, ૫, ૩ અને ૧ એ પ્રમાણે કુલ ૪૯ પ્રતર કે માળ હોય છે, તેમાં અનુક્રમે ત્રીસ, પચીશ, પંદર, દશ, ત્રણ લાખ તેમજ પંચાણુહજાર ને પાંચ હજાર મળી એકંદર ચોરાશીલાખ નરકાવાસા છે. દરેક પ્રતર વચ્ચે અંતર હોય છે અને તેની જાડાઈ કે ઉંચાઈ ત્રણ હજાર જનની છે. તેમાં ઉપર નીચે હજાર પ્રમાણ ભૂમિનિબિડ છે તે સિવાયની એક હજાર યોજન ભૂમિમાં નારકછવા વસે છે, બાકી રહેલ જગા ખાલી છે. રત્નપ્રભાના પ્રથમ “સીમંતકથી માંડી મહાતમઃપ્રભાના અપ્રતિષ્ઠાન પ્રતર સુધીના નરકાવાસા વજીના નળ જેવા છે. તે દરેકનો આકાર પણ સરખો નથી. તેમાંના કેટલાક ગાળ, કેટલાક ચોરસ, કેટલાક ત્રિકોણ, કેટલાક લંબચેરસ, કેટલાક હાંડી જેવા, કેટલાક લેખંડના ઘડા જેવા એમ જૂદા જૂદા આકારના છે, આ ગતિના જીવને શુભ પરિણામ દુર્લભજ છે, તેઓને નિરંતર અશુભ અને અધિક અશુભ લેશ્યા, પરિણામ, શરીરના તેમજ વિક્રિયા હોય છે. પ્રથમની બે નરકભૂમિમાં કાપિત લેસ્યા, ત્રીજમાં નિલ તથા કાપિત, ચોથીમાં નિલ, પાંચમીમાં નિલ તથા કૃષ્ણ, અને છઠી તથા સાતમીમાં કૃષ્ણ લેસ્યાજ હોય છે. આ લેસ્યાઓ પણ અનુક્રમે અધિકને અધિક સંકલિષ્ટ (મલીન) પરિણામ વાળી હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com