________________
વીર-પ્રવચન
[ ૧૭૪
દર્શનાવરણી, મેહનીય અને અંતરાય નામ ચાર ઘાતી કર્મોનો ક્ષય થવાથી ઉત્પન્ન થાય છે, આત્માના મૂળ ગુણને ઘાત કરનારા હેવાથી તે ઘાતી કર્મો કહેવાય છે. જ્યારે વેદનીય, નામ, ગોત્ર અને આયુ રૂપ ચાર અઘાતી ગણાય છે જેને સર્વથા અભાવ થયા બાદ આત્મા દેહાદિથી વિમુક્ત થઈ સદાને માટે ચૌદ રાજલકને અંતે સિદ્ધશિલા પર વિરાજે છે, ત્યારથી તે સિદ્ધ તરિકે ગણાય છે. તે પૂર્વેની કેવળી અવસ્થામાં મુખ્ય બે પ્રકાર વિચારવા જેવા છે. (૧) તીર્થકર (૨) સામાન્ય કેવલી. તીર્થકર નામ કર્મને ઉદય હોવાથી કેવળજ્ઞાન પામ્યા બાદ પ્રાતિહાર્ય અને અતિશયની શોભાથી અલંકૃત થઈ પૃથ્વીતળ પર વિચરી અનેક ભવ્ય જેના તારણહાર થનાર આત્મા તે તીર્થંકર તેઓને ઈશ્વર, પરમેશ્વર, અહંન્ત, ભગવાન, પ્રભુ આદિ ભિન્ન ભિન્ન નામથી સંબોધન કરવામાં આવે છે. જો કે તેઓને જન્મ થતાં જ સામાન્ય જીવો કરતાં તેમના દરેક પ્રસંગમાં વિલક્ષણતા અને જન કલ્યાણના ઉદાહરણ બનતા રહે છે છતાં કૈવલ્ય પામ્યા પછીનું પ્રભુત્વ ખાસ ઝબકી ઉઠે છે અને તે સમયે અપાતી દેશના સંખ્યાબંધ છાના મુક્તિદ્વાર ઉઘાડે છે. એટલે જ એ અવસ્થા પર ખાસ ભાર મૂકાય છે. તીર્થંકર એટલા માટે કહેવાય છે કે તીર્થ–પ્રવચન. પ્રવચનના પ્રકાશક તેઓ છે. તીર્થને અર્થ સાધુ સાધ્વી શ્રાવક-શ્રાવિકા રૂ૫ ચતુર્વિધ સંધ કરીએ તે તેના સ્થાપક પણ તેઓ તેથી તીર્થકર. અથવા તે તીર્થકર નામ કર્મોદયના મહિમાથી પરમ અતિશયોના સામ્રાજ્યથી સર્વ સુર, અસુર, નરેંદ્ર, અને ગિન્દ્રોને ચમત્કાર ઉપજાવે છે અને દેવેંદ્રોથી વિંટાયલા તેમજ સેવાતા રહે છે. તેમજ ધર્મદેશના દ્વારા જગતના જીવો પર ઉપકાર કરી રહેલા હોય છે એવા તે તીર્થકરે ખ્યાતિ પામેલા છે. આગળ જોઈ ગયા તેમ અધાતી કર્મોને છેડે આવી લાગે છે ત્યારે દેહરૂપી પિંજરમાંથી, તીર્થકરને આત્મા કિંવા કેવલીને આત્મા નિકળીને સમશ્રેણીથી ઉર્ધ્વગતિ કરે છે અને તે પણ એક સમયમાં લેકના અંત સુધી. એ નિયમ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com