________________
વીર-પ્રવચન
[ ૧૩૭
થઈ પિતાના માલિક વાવ (બ્રાહ્મણના)ના ઘર ભણું દેડી અને ત્યાં પહોંચી વછેરાને રતનપાન કરાવવા લાગી. સઘળા વાડવો આથી આશ્ચર્ય પામ્યા. સારા વડનગરમાં જૈન ધર્મની પ્રશંસા થઈ, દેવ પણ છમાસ મૃતકના કલેવરમાં રહ્યો તેથી વાછરડાનું પણ પિષણ થયું. ત્યાંથી જિનદત્ત “ઉપકારી સુરિ” તરીકે ખ્યાતિ પામ્યા. આ ઉપરાંત જૂદા જાદા સ્થાને ચમત્કાર પૂર્વક તેઓશ્રીએ જાડેજા ક્ષત્રિય, વાયડ જ્ઞાતિ આદિ સંખ્યાબંધ મનુષ્યોને બોધ પમાડ્યો હતો. એ પ્રભાવી આચાર્ય વિ સં. ૧૨૧૧ વર્ષે સ્વર્ગે ગયા.
;
એકદા નાણુવાળ ગચ્છીય શ્રી માનદેવ સૂરિ વિચરતા ફળવધપુરીમાં માસુ રહ્યા. એકદા ત્યાંના શેઠ પારસે બહારગામથી પાછા ફરતાં ગામ સમીપ બોરડીની જાળમાં કંઈક લીલા અને કંઈક સૂકા પુષ્પોથી પૂજાયેલે પથરો જોઈ એ વાત ગુરૂ મહારાજને જણાવી. ગુરૂશ્રીએ એ સ્થાને જઈ તપાસ કરાવતાં પાર્શ્વજનની તેજસ્વી મૂર્તિ શોધી કહાડી. પારસ શેઠની પ્રાસાદ કરાવવા જેટલી શક્તિ નહીં, એટલે અધિષ્ઠાયક દેવે સ્વપ્નમાં જણાવ્યું કે દેવાધિદેવ સુવર્ણને સ્વસ્તિક થશે. એ દ્રવ્યથી તું પ્રાસાદ નિર્માણનું કાર્ય આરંભજે, છતાં આ વાત કોઈને પણ કહે નહિં. પૂર્વે આ
સ્થળે સંપ્રતિપ કારિત પ્રાસાદ હતો પણ કાળના યોગથી જર્જરિત થઈ નામશેષ બની ગયો હતો. શેઠે પ્રભાતે સ્વતિકમાંનું નાણું એકઠું કરી કામ આરંભ્ય અને ઘણું ખરું કામ પૂર્ણ થવા આવ્યું. એકદા આ વાત સ્વપુત્રના આગ્રહથી કહેવાઈ. બીજે દિનથી સુર્વણઅક્ષત (ચોખા) અદ્રશ્ય થયો. આ પ્રાસાદમાં શ્રી માનદેવે મહત્સવ પૂર્વક શેઠના આગ્રહથી પ્રતિષ્ઠા કરી, ત્યારથી ફળવધી પાર્શ્વનાથ મહિમા વિસ્તર્યો. ૪૦ શ્રી મુનિચંદ્ર સૂરિ “પંખીસુત્ર” ના રચયિતા. તેમના સમયમાં ( વિ. સં. ૧૧૧૮ ) પ્રખ્યાત શ્રી અભય. દેવ સૂરિ થયા. તેમનું વૃતાંત આ પ્રમાણેમેવાડના વડસલ ગામમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com