________________
૧૨૨]
વીર-પ્રવચન ભોજનમાં સર્પની લાળ આવી જવાથી એ વણકર મૃત્યુ પામ્યો; અને અણુપન્ની નિકાયમાં દેવ થશે. પેલી રંડાઓએ સૂરિપર આળ ચઢાવી તેમને રાજ દરબારે ઘસડયા. અવધિ જ્ઞાનને ઉપગ દીધાથી જેને સર્વ વ્યતિકર જાગે છે એ કપર્દી વ્યંતર ત્યાં આવી નગરી પર શિલા વિકુર્તી ખડે થયો. સૌ આશ્ચર્ય પામ્યા, ત્યારે તેને પિતાના ઉપગારી સબંધી સત્ય ઘટના કહી સંભળાવી તેમનું મહામ્ય વિસ્તાર્યું. ગુરૂ મુખથી પૂર્વ ભવમાં કરેલ પાપોના નિવારણ અર્થે સિદ્ધાચળ તીર્થની સેવા લાભદાયી સમજી શ્રી સંઘના કષ્ટનું ચૂર્ણ કરતે તે પર્થિક્ષ એ શાશ્વતગિરિ પર રહ્યો.
શ્રી વીર નિર્વાણથી ૫૭૦ વર્ષે શત્રુ ગિરિને તેરમો ઉદ્ધાર શેઠ જાવડશાહે કરાવ્યો. તે વેળા ગિરનારને ઉદ્ધાર પણ તેમને કર્યો.
વસેનસુરિ, ૯ વર્ષ પ્રહસ્થાવાસમાં, ૧૧૬ વર્ષ વજીસ્વામીની સેવામાં ૩ વર્ષ યુગપ્રધાનપણામાં ગાળી, ૧૨૮ વર્ષે સ્વર્ગે સંચર્યા.
૧૫. શ્રી ચંદ્રસૂરિ–ચાર શાખામાંની ચંદ્રશાખાને ઉદ્ય જાણી શ્રી વજસેને ચાર ગુરૂ ભ્રાતા મધ્યે ચંદ્રસૂરિને પટ્ટધર સ્થાપ્યા. ચંદ્રગચ્છ નામ પણ ત્યારથી જ પડયું. વિક્રમ સં. ૩૭૭ વર્ષે નિવૃત્તિ
લી, રાજચૈત્રચ્છીય શ્રી ધનેશ્વરસૂરિએ સવાલાખ લેકની સંખ્યાવાળું સિદ્ધાચળ મહાભ્ય રચ્યું. પશ્ચાત્ વલ્લભીનગર સ્વામી શિલાદિત્યનું અલ્પાયુ જાણી લેક સંખ્યા સંક્ષેપી દશ હજારની રાખી જે અત્યારે પણ વિદ્યમાન છે.
આહિર દેશના અચળપુર નગર સમિપમાં કૃષ્ણ અને બેન નામની સરિતાઓના મધ્ય ભાગમાં એક બ્રહ્મદીપ નામા સ્થાનમાં ૪૯૯ તાપના પરિવારથી શેભત દેવશર્મા તાપસ રહેતે હતો. ઔષધિયુક્ત લેપ લગાડી નદીના પાણી પર ચાલતું જેથી જનતામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com