________________
૧૦૬]
વીર-પ્રવચન
-
નયની ના ભણે જ કેમ? તરત જ હા પાડી દીધી. ભૂમિ પ્રમાઈ આસન પાથર્યું. સાડા ત્રણ હાથ દૂર રહી જે કંઈ કહેવું હોય તે કહેવાની કેશ્યાને રજા મળી. યુવાનીનો પ્રારંભકાળ સાથે લીલામાં જેમને વ્યતીત કરેલ છે અને હજુ જેમના ગાત્રો પર યુવાનો. પૂર્ણપણે રમી રહી છે એવા એક સમયના આ દંપતીએ કેટલીયે. દિવસ અને રાત્રિઓ આલાપ–સંલાપ અને વાર્તાલાપમાં ગાળી. કાશ્યાએ પૂર્વના એ સુખી જીવનની યાદ આપી પુનઃ એને સ્વીકાર કરવાની. લીલે કરી જ્યારે સ્થૂલભદ્ર અનુભવથી એમાં જે અસાર જે તે તે સમજાવી મનુષ્ય જીવનની સાર્થકતા બ્રહ્મચર્યાદિ કરણીમાં સમાયેલી હોવાને જેરથી ઉપદેશ કર્યો. વિજયશ્રી મુનિને વરી, કશ્યા, વસ્યા મટી કુલાંગના તે થઈ હતી, તેમાંથી સાધુ સંસગે શ્રાવિકા બની અરે એટલી તે દઢ થઈ કે બીજે ચેમાસે આવેલા સિંહ ગુફાવાસી સાધુને પતિત થતાં પણ તેણીએ ઉગાર્યા. આમ સ્થૂલભદ્ર મદનના આવાસમાં રહી એને સંપૂર્ણપણે વિજય કરી સાચી પ્રીતિને સાક્ષાત્કાર કરાવી, સાધુ સમુદાયમાં અનોખું ને અદ્વિતિય સ્થાન મેળવ્યું. ચોરાસી ચોવીસી સુધીની ખ્યાતિ પ્રાપ્ત કરી.
એકદા બારવણી મહા દુભિય પડ્યો. એ વેળા આગમ જ્ઞાન ભુલાવા લાગ્યું. પાટલીપુરમાં સંધ એકત્ર મળ્યો ને વિચાર કરી ભદ્રબાહુ સ્વામી કે જે તે વેળા નેપાળ દેશમાં વિચરતા હતા તેમને બેલાવવા માણસ મોકલ્યા. કેટલાક સમય પછી એ માણસેએ આવી જવાબ દીધો કે-“સ્વામી ત્યાં ઉચ્ચ કોટિના ધ્યાનમાં રોકાયેલા છે એટલે આવી શકે તેમ નથી.” સંઘ વિચારમાં પડી ગયો. એણે લાગ્યું કે એક તરફ સિદ્ધાંતનું જ્ઞાન વિસ્મરણ થઈ રહ્યું છે તેથી. એમની અત્રે ખાસ જરૂર છે જ્યારે તેઓ ધ્યાનને વળગી આવવાની ના પાડે છે એ કેમ ચલાવી લેવાય? કેટલેક સમય સંપૂર્ણપણે. વિચાર ચલાવ્યા બાદ ફરીથી માણસે મોકલવામાં આવ્યા-સુચના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com