________________
२४
થયે. અને વિચારવા લાગ્યા કે આ બધા પવિત્ર આત્માઓનું કેટલી બધી શાંતિવાળું જીવન છે. મારે પણ હવે આવા શુદ્ધ જીવનથી પ્રાપ્ત થતા આનંદ મેળવવામાં વિલંબ કરવે નહિ જોઈયે. એ નિશ્ચય કરીને એક દિવસે પૂજ્ય ગુરુજીને વંદન કરીને ગજરાબહેને કહ્યું કે–મહારાજ! હવે મને આપ દીક્ષા આપે, કારણ કે એટલા માટે જ આ વખતે હું આપની પાસે આવી છું.
પૂજ્ય શિવશ્રીજી મહારાજ તે ઘણા સમયથી જાણતા જ હતા કે વે'લા મોડા પણ ગજરાબહેન તે દીક્ષા લેશે જ એટલે ગજરાબહેનનું કહેવું સાંભળી લીધા પછી વિમળાબહેનને પૂજ્ય ગુરુણીજીએ પ્રશ્ન કર્યો કે-વિમુ! તારી બા તે દીક્ષા લેવાનું કહે છે તો પછી તારી બા વિના તું શું કરીશ ? વિમળાબહેને પણ પોતાની બાલ્યાવસ્થાને અનુરૂપ હસતાં હસતાં જવાબ આપે કે-હું પણ દીક્ષા લઈને મારી બાની સાથે જ રહીશ. અને આપ તથા બીજા બધા ગુણીજીઓની સાથે હું પણ મેક્ષમાં આવીશ.
પાણીમાં પડેલું તેલનું બિંદુ જેમ જલદી ફેલાઈ જાય છે તેમ આ માદીકરીની દીક્ષાની વાત આખા સુરત શહેરમાં ફેલાઈ ગઈ.
તે સમયે પ્રાતઃસ્મરણીય શાસનપ્રભાવક આગમ દ્ધારક પૂજ્ય પં. શ્રી આનંદસાગરજી મહારાજજી પોતાની આચાર્ય પદવીના પ્રસંગને લઈને સુરતમાં બિરાજતા હતા. તેઓશ્રીના વરદ હસ્તે સં. ૧૯૭૪ના વૈશાખ સુદી ૧૩ના દિવસે આ ગજરા
હેનને તથા બાળકુંવારી ૧૧ વર્ષની વિમળાબહેનને શાસનShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com