________________
શ્રીમતી હીરશ્રીજી પાસે દીક્ષા લીધી, તેમનું નામ સુનંદાશ્રીજી પાડવામાં આવ્યું. ગજરાબહેનને બાળબ્રહ્મચારિણી પૂજ્ય શિવશ્રીજી મહારાજના તથા શ્રીમતી તિલકશ્રીજી વિગેરે સમુદાયના આચાર-વિચાર, સંપ-સૌજન્ય અને ભણવા-ગણવાની તત્પરતા જોઈને તેમની પાસે દીક્ષિત થવાની ભાવના તે દઢ થઈ પરંતુ પિતાની બાળપુત્રી વિમળાને લઈને તેને અમલ કરવામાં વિલંબ થયો. ત્રિવેણી સંગમરૂપ ગુણપદવિભૂષિત ત્રણ સાધ્વીઓ.
જનની જણ તે ધમિજન, કાં દાતા કાં શૂર; નહિતર રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર. ૧ બડા બડાઈ ના કરે, બડા ન બેલે બોલ; હીરા મુખસે ના કહે, લાખ હમારા મોલ. ૨ પૂજ્ય શ્રીમતી શિવશ્રીજી મહારાજ તથા પૂજ્ય તિલકશ્રીજી મહારાજનું જીવનચરિત્ર અન્ય પુસ્તકમાં છપાઈ ગયું હેવા છતાં ગજરાબહેનની દીક્ષાના પ્રસંગ સાથે તે બન્ને પૂના જીવન સંકળાયેલા હોવાથી તે સંબંધી થડે પરિચય અહીં આપવાનું ઉચિત જણાય છે.
વીરમગામ પાસે આવેલા રામપુરા-ભંકડાને નામે ઓળખાતા રામપુરામાં શેઠ જુમખરામ સંઘજીભાઈ રહેતા હતા. તેમની ધર્મપત્નીનું નામ અંબાબાઈ હતું. તેમને ઘેર સં. ૧૯૦૮ માં એક પવિત્ર આત્માને પુત્રીપણે જન્મ થયે. ભવિષ્યમાં તે પુત્રી શિવપુરના માર્ગે જ સંચરનારી હોવાથી કુદરતે કેમ જાણે નામ પાડવામાં કાંઈ સંકેત કર્યો હોય તેમ તે પુત્રીનું નામ તેની ફઈબાએ શિવકુંવર પાડયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com