________________
શ્રી વર્ધમાન તપે મહાભ્ય ઘરાકના હૃદયમાં વિશ્વાસ બેસાડવા પૂરતાં તે શબ્દ છે. નહિતર તરણતારણ અમૂલ્ય ધર્મના સોગન પૈસા ખાતર ખાય જ નહિ. આજના સમયમાં વાતવાતમાં દેવધર્મના સેગન ખાનારાઓને, વાતવાતમાં આબરૂને ટકવવા ભગવાનની પલાંઠીએ હાથ મૂકવાનું કહેનારાઓને ધર્મની વાસ્તવિક કિમત અને પ્રતિતિ થઈ જ નથી. સંસારની ચકવર્તીની રિદ્ધિ અને દેવ દેવેન્દ્ર કુબેર ભંડારી સમાન રિદ્ધિ પણ આંશિક ધર્મની હોડમાં આવી જ શકતી નથી. તે પછી ધર્મની કિમત નહિ સમજનારાઓના આવા માનસિક, વાચિક અને કાયિક વર્તાવ પ્રત્યે જૈન શાસનના હિતૈષી પરમેષ્ટિ ભગવતેને ભાવ દયા સ્કરે તેમાં નવાઈ નથી. ક્ષાયિક–ભાવના દર્શન, જ્ઞાન, ચારિત્ર પામેલ પૂજ્ય તીર્થકર પણ દેશવિરતિમાં રહેલ કામદેવ શ્રાવકની ધર્મદઢતા વખાણે છે. ક્ષાયક ભાવના દર્શન, જ્ઞાન, ચારિત્ર આગળ કામદેવની વિરતિની કિંમત કેટ?, સમાધાન સમજવાનું કે-સમ્યગદ્વષ્ટિ ગુણઠાણાથી શરૂ થયેલ ધર્મ અને ક્ષપકશ્રેણિ પર આરૂઢ થઈને કેવલજ્ઞાન પામતાં કેવળીનું કેવળજ્ઞાન, ભાપગ્રાહી તેડીને સિદ્ધદશા પામનાર સિદ્ધો, આ બધાની કિંમત સમજવામાં ધર્મની પ્રતિતિના પૂરા રંગવાલાને કાંઈ વાંધો આવતો નથી. કારણ કે હીરાની કિંમત સમજનારને ભલે ને રતીને હીરે હોય કે પાંચ રતીને હરે હોય તે પણ કિંમત કરવામાં, અને મેળવનારના ભાગ્યની અનુમોદના કરવામાં, પાછું પડતું નથી. પાછો પડે તેને કહેવું પડે કે ઝવેરી ઝવેરાતને ઓળખી શક્યા નથી. આવી રીતિએ સમ્યગદ્રષ્ટિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com