________________
પ્રસિદ્ધ વક
તમને
. વકીલાતના 8 પણ ખેડે બાસા અંધે ઘણું
સારી રીતે
કન્યાઓ માટેના અવિચળ નિયમ મુજબ શ્વશુર ગૃહે આવ્યા. તેમના પુનીત પગલાં અને સહકારથી ઉત્સાહી બનેલા હરિલાલ ભાઈએ ખેડાની હાઈકોર્ટમાં વકીલાતની પ્રેકટીસ શરૂ કરી. પોતાની પ્રમાણિકતા અને કુશળતાને લઈને તેમની ગણતરી પ્રસિદ્ધ વકીલેમાં થવા લાગી, તેથી ધીરે ધીરે ઈજજત અને આબરુની સાથે તેમને દ્રવ્યપ્રાપ્તિ પણ સારા પ્રમાણમાં થવા લાગી. વકીલાતના ધંધામાં સારી રીતે જામી ગયા પછી તેમણે પિતાના આખા કુટુંબને પણ ખેડે બોલાવી લીધું અને ખેડા શહેરનું નાગરિક જીવન જીવવા લાગ્યા, વકીલને ધંધે ઘણે જ પ્રવૃત્તિમય હોવા છતાં પણ નાનપણથી ધર્મના સંસ્કાર પડેલા હોવાથી પિતાની શ્રાવક તરીકેની ફરજમાં તેઓ કદિ ચૂકતા નહિ. * મુંબઈ ઈલાકાના ખેડા જીલ્લાનું પાટનગર હોવા ઉપરાંત, છે આ ખેડા શહેર ઐતિહાસિક અને જુગજૂનું નગર છે. ઇતિહાસમાં એ શહેર ખેટકપુર તરીકે ઓળખાય છે.
આ ખેડા શહેરમાં જૈન મંદિર, ઉપાશ્રયે અને પ્રાચીન જ્ઞાનભંડાર તથા ધર્મચુસ્ત શ્રાવક-શ્રાવિકાને સમુદાય પણ સારા પ્રમાણમાં છે.
ખેડા શહેરની બે બાજુએ આવેલી સેઢી અને વાત્રક નામની નદીઓને સંગમ ખેડા શહેરની નજીકમાં જ થયેલે હવાથી લૌકિક તીર્થ જેવું તે ખેડા છે જ, પરંતુ ખેડાને તીર્થ તરીકે ગણાવનાર અને એની પ્રસિદ્ધિમાં વધારો કરનાર તે એની નજીકમાં જ આવેલું અને સાચાદેવના નામથી પ્રસિદ્ધ થયેલું માતર નામનું તીર્થસ્થળ છે. ખેડાની અત્યંત નજીકમાં હોવાથી તથા યાત્રીઓ ઘણે ભાગે ખેડે થઈને જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com