________________
संघपट्टकमें वर्जियों, ते पंथी करता बोल । प्रीत उदय मुनि कहत है, था पंथीयांकी निकरी पोल
I ર૨ ફુર્તી | મજકુર ગ્રંથના ૨૩માં કાવ્યમાં અસત્ય બોલવાની મના કરવામાં આવી છે, અને અસત્ય બોલનારને ભ્રષ્ટાચારી કહે છે, છતા તેરાપંથીઓ ઉસુત્ર–જુઠું બોલે છે. સુતકવાળા અને પાપીઓને ત્યાંને આહાર ન લેવો, એમ સંઘપટ્ટકમાં ૨૮માં કાવ્યમાં કહ્યું છે, છતાં તેરાપંથી સાધુઓ એ આહાર લાવીને તે ખાય છે. સંઘપટ્ટકમાં સંવત્સરીના એંસી દિવસ વર્જવાના લખ્યા છે, જ્યારે તેરાપંથીઓ તે સવંત્સરીનાં બે અપવાસ કરીને જ ચલાવી લે છે. સંઘપટ્ટકમાં એજ કાવ્યમાં ઉપર જણાવેલા કાર્યો કરનારાઓને લિંગધારી અને ધુતારા કહ્યા છે. પણ હે તેરાપંથીઓ ! એ પ્રમાણે વર્તનારા તે તમારામાં સેંકડો સાધુઓ મળી આવે છે, તેનું શું? સંઘપટ્ટકમાં રાત્રે ગાવાને નિષેધ કરેલ છે, છતાં તેરાપંથી સાધ્વીઓ રાત્રી આખી, ગીત ગાઈગાઈને પુરી કરે છે. વળી ચોમાસાની રાત્રીઓમાં તો તેઓ એવા જોરથી ઘાંટા પાડીને રામચરિત્ર ગાય છે, કે તેથી આસપાસના સુતેલા લેકે પણ જાગી ઉઠે છે. એજ ગ્રંથના ૪૪૮માં પ્રષ્ટમાં એ ઉલ્લેખ છે, કે પંચ જાતના ચૈત્યને શ્રી. નવલ્લભસૂરીએ વંદના કરી હતી. આમ છતાં આ રીતે જિનપ્રતિમાપૂજાનું પ્રતિપાદન કરનારા સંઘપટ્ટકનું નામ લઈને, તેરાપંથીઓ.જિનપ્રતિમાપૂજાને ઉડાવી દે છે, અને સર્વથા જુઠું બોલે છે. –ઉત્સુત્ર બોલે છે!! ઓહો! આવા વિપરિત અર્થો કરતા આ લોકોને શરમ પણ ન લાગતી હોય? સંઘપટ્ટકમાં જે
જેન સાધુઓને માટે વર્જવાનો ઉલ્લેખ છે, તેજ બધું તેરાપંથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com