________________
૩૦:
તમે કહેલી જડ વસ્તુઓ જોઈ ને મન લલચાય છે, તમે પરમાત્માની મૂર્તિ જોઈને મનને સંતોષ થાય છે, એ વાત તમે શા માટે નથી માની લેતા? તમારે આખો વડે બને બાજુએ નિષ્પક્ષપાતી બનીને જોવું જોઈએ, તે પ્રમાણે તમે કરતા નથી. તમારા સ્થાનકો ઉપર કામ વિષયની વૃદ્ધિ કરનારી સ્ત્રીઓની સેના, ગુંજારવ કરી રહેલી હોય છે, એજ સ્થળે તમે પણ રહે છે, તથા તમારા તેરાપંથી ગૃહસ્થ પણ ત્યાંજ તમારી પાસે આવીને બેસે છે, અને તમારી પાસે બેસી, તેઓ વ્યાખ્યાને સાંભળે છે; તથા સામાયિક કરે છે. તમે અને તમારા ગૃહસ્થ ભક્તો, આ બધી ક્રિયાઓ સીએની સાથે કરે છે, તે તો એ વખતે, એ સ્ત્રીઓને જોઈને તમારું મન અને ઈન્દ્રિય પણ વિષયલાલસા તરફ ખેંચાતા હશે!! તમારા સામાયિક વગેરેમાં જે ગંભીર પોલ ચાલે છે, તે તે હવે પછી છઠ્ઠા ખંડમાં રજુ કરવામાં આવનાર છે. એ વાત તો પ્રત્યક્ષ પ્રમાણ રૂપે છે, કે સ્ત્રીઓને જોઈને પુરૂષાના મનમાં વિક્લપ ઉભે થાય છે. છતાં મંદિરમાં લવંગ બદામ વગેરે હોય છે, તે મનને લોભાવનારી છે, એમ સમજીને, તમે મંદિરનો ત્યાગ કરે છે, તથા પરમાત્માના દર્શનથી વંચિત રહે છે અને સ્ત્રીઓના દર્શન થાય છે, તેમાં પાપ માનતા નથી, એ તમારું પાગલપણું છે કે બીજું કાંઈ? તમારેજ ન્યાય માન્ય રાખીએ, તો તીર્થકર ભગવાનના સમોસરણમાં પણ જવું ક૫તું નથી, કારણ કે
ત્યાં જવામાં અને આ મરમાત્માનું દર્શન કરવામાં પણ તમારી દ્રષ્ટિએ પાપી પ્રાપ્ત થશે કારણ કે એ સ્થાને પણ બદામ, અત્તર અમને લલચાવનારી અને ઈજિને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com