________________
ધર્મના સમ ખાતા નથી. તેરાપંથી સાધુઓ તે જાણે જન્મથી અને કુળથીજ જુઠા હોય, તે રીતે વર્તે છે! તેઓ સંસાર તજીને તેરાપંથી સાધુ થાય છે, પણ અસત્ય ભાષણને કુળાચાર તેઓ છોડતા નથી, અને તેઓ સૂત્રોના ખોટા અર્થો કરી, તેને તે ઉપદેશ કરે છે. આથી તેઓ અર્થચાર કહેવાય છે, અને તેથી વ્યવહારસૂત્રની દ્રષ્ટિએ તેમના ત્રીજા વ્રતને નાશ થાય છે. તેરાપંથી સાધુઓ અને સાધ્વીઓ એકજ ઘરમાં રહે છે, અને સાધ્વીઓ આખો દિવસ સાધુઓની સેવા કરે છે. આથી તેમના ચોથા વ્રતનું પણ ખંડન થઈ જાય છે. ફલાલીન, બનાત, રેશમી કાપડ, અધિક વસ્ત્ર અને ઉપકરણે ઈત્યાદી તેરાપંથી સાધુઓ વાપરે છે એ શભા જોઈને મને તે એમજ થાય છે, કે આ ઠાઠ કરવાનું કયા સૂત્રમાં લખ્યું હશે વારં? જે વસ્ત્રો, પાત્ર, અને ઉપકરણે વધારે રાખે છે, તેમના પાંચમાં વ્રતનું ખંડન થાય છે, એમ નિશીથસૂત્રના સોળમાં ઉદ્દેશમાં કહ્યું છે, આ રીતે તેરાપંથી સાધુએ પાંચમું મહાવૃત પણ હારી જાય છે. ॥ इती तेरहपंथी नाटके पंचमहावृत नाम्ने प्रथम खंड समाप्तम्। : અહીં તેરાપંથી નાટકનો પંચમહાવૃતખંડન
નામનો પ્રથમ ખંડ સંપુર્ણ:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com