________________
( ૭૮ )
''
પ્રવાસીએ પ્રેમથી જણાવ્યુ, મહાશય, મને ખાત્રી થઇ છે કે, મિથ્યાદૃષ્ટિ જીવ અનુભવ શિવાય જીવને કર્મના કર્તા માને છે, તે રાત્રિ અને દિવસ “ અમુક કામ મેં કર્યું, અમુક વસ્તુ મેં લીધી, આ મારૂં છે” એમ મિથ્યાભાવ ધારણ કરી રહ્યા છે, તેથી તે અશુદ્ધ ચેતનાને વિભાવિત કર્મના કર્તા કહ્યા કરે છે, તેથી તે સન્માર્ગના અનુયાચી કહેવાતા નથી. પણ અહીં એટલું સમજ વાનું છે કે, જ્ઞાની અને અજ્ઞાની અને કર્મ કરે છે અને તે એક સરખા દેખાય છે, તશિપ મૂઢ જીવ કર્મના કર્તા કહેવાય છે, અને જ્ઞાની કર્મનો અકર્તા કહેવાય છે.
શુદ્ધાનુભવે પ્રશ્ન કર્યા-મિત્ર પ્રવાસી, તેનું શું કારણ છે? તે
જણાવ.
પ્રવાસી અંગમાં ઉમંગ લાવીને નીચેની કવિતા એક્લ્યા;—
રોપાઇ.
હું જે મ મોર તારા,
जो जाने सो जानन हारा ;
जो कर्त्ता नहि जाने सोई,
जानै सो करता नहि होई. " ॥ १ ॥
શુદ્ધાનુભાવે સાનંદાશ્ચર્ય થને કહ્યું, ભદ્ર, તારી તાત્વિક બુદ્ધિને ધન્ય છે. આ કિવતા સુગમ છે, તથાપિ તેનુ સક્ષિસ વ્યામ્યાન કહી બતાવ. તારી મધુર વાણી સાંભળી મને આનંદ ઉપજે છે.
પ્રવાસી ઓલ્યો જે કર્મ કરે તે કર્તા કહેવાય છે અને જે જાણે તે ગાતા કહેવાય છે તેમાં જે જ્ઞાતા છે, તેકર્તા નથી. કારણકે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com