________________
( 1 ) જેને પ્રવાસી હદયથી તેને ઉપકાર માની આગળ ચાલ્યા ત્યાં એક દિવ્ય પુરૂષ તેને જોવામાં આવે તે પુરૂષ સાંનિધ્યમાં આવી નીચે પ્રમાણે કવિતા બે
"जैन करें नयपद विवाद पर न विषाद असीक न जाखे, जे उदवंगत जै घट अंतर शीतल नाव निरंतर राखैः जैन गुनी गुननेद विचारत आकुलता मनकी सब नाख, ते जगमें धरि आतमध्यान अखमित ज्ञान सुधारस चाखै. ॥१॥
આ રસિક અને અસરકારક કવિતા સાંભળી પ્રવાસી પ્રેમમગ્ન બની ગયો. તેણે તે દિવ્ય પુરૂષનાં દર્શન કર્યા અને બે અંજળિ જેડી વિનંતી કરી મહાનુભાવ, આપનાં દર્શનથી અને આપની વાણી સાંભળવાથી મને અદભુત આનંદ ઉત્પન્ન થયે છે, જે આ નંદનું વર્ણન મારાથી થઈ શકે તેમ નથી. | દિવ્ય પુરૂષે—ઊત્સાહથી પુછયું, પ્રવાસી, તું મને એ ળખી શકે છે કે નહીં?
પ્રવાસી–કૃપાનિ ન, બરાબર ઓળખી શક નથી, પણ આ પનું અલ્પ સ્વરૂપ મારા જાણવામાં આવી ગયું છે.
દિવ્ય પુરૂષ–તે અલ્પ સ્વરૂપ કેવું છે? તે કહેવું જોઈએ.
પ્રવાસી – આપની કવિતા ઉપરથી મને એટલું તે જણાય છે કે આપ ગમે તે રીતે આપનું સ્વરૂપ જાણતા હે, પણ આપ પોતે જ અનુભવ છો,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com